Connect Gujarat
ટેકનોલોજી

મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત, 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે Jio AirFiber, એરટેલ સામે થશે જોરદારની ટક્કર.....

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્ય સભામાં Jio AirFiber લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત, 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે Jio AirFiber, એરટેલ સામે થશે જોરદારની ટક્કર.....
X

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્ય સભામાં Jio AirFiber લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીના પ્લાન પ્રમાણે 19 સપ્ટેમ્બરે (ગણેશ ચતુર્થી) Jio AirFiber લોન્ચ થશે. Jio Airfar ભારતમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા આપશે. કંપનીનું માનવું છે કે Jio AirFiberની મદદથી ઝડપી Wi-Fi સેવા દરેક ઘર સુધી પહોંચશે. આ સાથે લગભગ 200 મિલિયન યુઝર્સને ઝડપી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળશે. Jio પોતાનો AirFiber પ્લાન 20 ટકા ઓછી કિંમતે લોન્ચ કરી શકે છે. આવી સ્થિતિમાં તેનો માસિક ખર્ચ રૂ.640ની આસપાસ હોઈ શકે છે. જ્યારે અર્ધવાર્ષિક પ્લાન 450 હોઈ શકે. ઉપરાંત, Jio દ્વારા JioCinema સહિત ઘણી એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરી શકાય છે. અગાઉ એરટેલ એક્સ્ટ્રીમ એરફાઈબર લોન્ચ કરવામાં આવ્યું હતું. એરટેલ એક્સસ્ટ્રીમ એરફાઇબર દિલ્હી અને મુંબઈમાં ઉપલબ્ધ છે. તેની પ્રારંભિક માસિક કિંમત 799 રૂપિયા છે. જ્યારે અર્ધવાર્ષિક પ્લાન 435 રૂપિયામાં આવે છે.

Next Story