Connect Gujarat
ટેકનોલોજી

ચંદ્રથી બહુ દૂર નથી હવે ચંદ્રયાન, ચંદ્રયાન-3એ મોકલી ચાંદા મામાની પહેલી તસવીર......

ઈસરોના વૈજ્ઞાનિકોએ યાનના ફેસને પલટીને થ્રસ્ટર 1835 સેકેન્ડ એટલે લગભગ અડધા કલાક માટે ફાયર કર્યું.

ચંદ્રથી બહુ દૂર નથી હવે ચંદ્રયાન, ચંદ્રયાન-3એ મોકલી ચાંદા મામાની પહેલી તસવીર......
X

ઈસરોએ 6 ઓગસ્ટ, રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ઘટાડી હતી. આ યાન હવે ચંદ્રની આસપાસ 170 કિમી x 4313 કિમીની ભ્રમણકક્ષામાં છે. એટલે કે ચંદ્રયાન એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર 170 કિમી અને મહત્તમ અંતર 4313 કિમી છે. ભ્રમણકક્ષા બદલવા માટે ચંદ્રયાનના એન્જિનને થોડા સમય માટે ફાયર કરવામાં આવ્યું હતું.

ISROએ કહ્યું કે હવે ભ્રમણકક્ષા ઘટાડવાનું આગળનું ઓપરેશન 9 ઓગસ્ટ 2023 ના રોજ 13:00 થી 14:00 કલાકની વચ્ચે કરવામાં આવશે. અગાઉ ચંદ્રયાન 164 કિમી x 18074 કિમીની ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું હતું. 22 દિવસની સફર બાદ ચંદ્રયાન શનિવારે સાંજે લગભગ 7.15 કલાકે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં તેને કેદ કરી શકાય તે માટે યાનની ગતિ ઓછી કરવામાં આવી હતી. સ્પીડ ઓછી કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ યાનના ફેસને પલટીને થ્રસ્ટર 1835 સેકેન્ડ એટલે લગભગ અડધા કલાક માટે ફાયર કર્યું. આ ફાયરિંગ સાંજે 7.12 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું.

Next Story