રશિયાનું Luna 25 લેન્ડિંગ પહેલા જ ડગમગ્યું, હવે 47 વર્ષ બાદ ચંદ્રપર પહોચશે કે નહીં તેને લઈને રશિયા ચિંતિત..

ભારતનું ચંદ્રયાન-3 અને રશિયાનું લૂના-25 ચંદ્રની નજીક પહોંચી ચૂક્યુ છે, અને બન્ને આગામી દિવસોમાં ચંદ્રની ધરતી પર ઉતરાણ કરશે.

New Update
રશિયાનું Luna 25 લેન્ડિંગ પહેલા જ ડગમગ્યું, હવે 47 વર્ષ બાદ ચંદ્રપર પહોચશે કે નહીં તેને લઈને રશિયા ચિંતિત..

લૂના-25 21 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું છે. રશિયન સ્પેસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેન્ડિંગ પહેલા તેને ભ્રમણકક્ષામાં મોકલવા માટે આજે બપોરે થ્રસ્ટ છોડવામાં આવ્યો હતો. અત્યારે સ્પેસમાં એક મોટી ઇન્ટરેસ્ટિંગ સ્ટૉરી લખાઇ રહી છે, એકબાજુ ભારત છે, તો બીજીબાજુ રશિયા, આ બન્ને દેશો ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર ઉતરાણ કરવા માટે મથી રહ્યાં છે. હાલમાં ભારતનું ચંદ્રયાન-3 અને રશિયાનું લૂના-25 ચંદ્રની નજીક પહોંચી ચૂક્યુ છે, અને બન્ને આગામી દિવસોમાં ચંદ્રની ધરતી પર ઉતરાણ કરશે.

ભારતના ચંદ્રયાન-3ની સાથે રશિયાનું લૂના-25 પણ ચંદ્ર પર ઉતરવા માટે આગળ વધી રહ્યું છે. જોકે, શનિવારે (19 ઓગસ્ટ) લૂના-25માં ટેકનિકલ ખામીને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રશિયન સ્પેસ એજન્સી રૉસકોસ્મોસે કહ્યું કે શનિવારે ચંદ્ર પર ઉતરતા પહેલા લૂના-25ની તપાસ દરમિયાન ઈમરજન્સીની જાણ થઈ છે. લૂના-25 21 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું છે. રશિયન સ્પેસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેન્ડિંગ પહેલા તેને ભ્રમણકક્ષામાં મોકલવા માટે આજે બપોરે થ્રસ્ટ છોડવામાં આવ્યો હતો. આ દરમિયાન ઓટૉમેટિક સ્ટેશન પર ઇમર્જન્સીની સ્થિતિ સર્જાઈ અને તેના કારણે મિશનનો મેન્યૂવર પુરો થઈ શક્યો નથી. 

Latest Stories