દુનિયાનું સૌથી મોટું રોકેટ સ્ટારશિપ લોન્ચની 4 મિનિટમાં થયું બ્લાસ્ટ, એલન મસ્કના સપનાના હવામાં જ ઉડયાં ચીથડા

રોકેટ લોન્ચ કર્યા બાદ જમીનથી ખૂબ જ ઉંચાઈએ પહોંચી ગયું હતું. પરંતુ અચાનક તે વિસ્ફોટ થયો

New Update
દુનિયાનું સૌથી મોટું રોકેટ સ્ટારશિપ લોન્ચની 4 મિનિટમાં થયું બ્લાસ્ટ, એલન મસ્કના સપનાના હવામાં જ ઉડયાં ચીથડા

એલોન મસ્કની સ્પેસ રિસર્ચ કંપની સ્પેસ એક્સનું સ્ટારશિપ રોકેટ તેના લોન્ચિંગ થયા બાદ થોડી જ મિનિટોમાં બ્લાસ્ટ થઈ ગયું હતું. જેના પગલે સ્ટારશિપ રોકેટના હવામાં ચીંથરા ઉડી ગયા. આ રોકેટ લોન્ચ કરવાનો આ પહેલો પ્રયાસ હતો. કંપનીના એક અધિકારીએ જણાવ્યું છે કે સ્ટારશિપમાં તે ઝડપી અનપ્લાન્ડ ડિસએસેમ્બલી કહે છે. જો કે મળતી માહિતી મુજબ આ રોકેટને ત્રણ દિવસ પહેલા લોન્ચ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. પરંતુ પછી તેને ગુરૂવારે એટલે કે આજે લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમ કે સ્પેસ કંપની સ્પેસ એક્સે ગુરુવારે સાંજે આ રોકેટ લોન્ચ કર્યું.

Advertisment

શરૂઆતમાં બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ ભ્રમણકક્ષામાં જતા પહેલા રોકેટમાં જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે રોકેટ હવામાં જ ધુમાડો બની ગયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવી રહ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ રોકેટ લોન્ચ કર્યા બાદ જમીનથી ખૂબ જ ઉંચાઈએ પહોંચી ગયું હતું. પરંતુ અચાનક તે વિસ્ફોટ થયો. સ્પેસ એક્સ કંપની માટે આ મોટો ફટકો છે. કારણ કે કંપનીને આ રોકેટથી ઘણી આશાઓ હતી.

Latest Stories