Connect Gujarat
ટેકનોલોજી

એમેઝોનની આ સેવા ભારતમાં થવા જઈ રહી છે બંધ..!

ઈ-કોમર્સ કંપની Amazon ભારતમાં ફૂડ ડિલિવરી સર્વિસ બંધ કરવા જઈ રહી છે. એમેઝોનની ફૂડ ડિલિવરી સેવા 29 ડિસેમ્બરે સંપૂર્ણપણે બંધ થઈ જશે.

એમેઝોનની આ સેવા ભારતમાં થવા જઈ રહી છે બંધ..!
X

ઈ-કોમર્સ કંપની Amazon ભારતમાં ફૂડ ડિલિવરી સર્વિસ બંધ કરવા જઈ રહી છે. એમેઝોનની ફૂડ ડિલિવરી સેવા 29 ડિસેમ્બરે સંપૂર્ણપણે બંધ થઈ જશે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એમેઝોન ફૂડ ડિલિવરીને ભારતમાં સ્વિગી અને ઝોમેટો જેવી કંપનીઓની સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. એમેઝોને તેની સેવા બંધ કરવા અંગે ભાગીદાર રેસ્ટોરન્ટ્સને જાણ કરી છે. તમામ ભાગીદારોને મોકલવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે 29 ડિસેમ્બરથી સેવાઓ બંધ કરવામાં આવી રહી છે.

ધ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, એમેઝોને તેની ફૂડ ડિલિવરી સેવા બંધ કરવાની પુષ્ટિ કરી છે અને તમામ ભાગીદાર રેસ્ટોરન્ટ્સને તમામ ચૂકવણીની ખાતરી આપી છે, જોકે એમેઝોનના ભાગીદારો 31 જાન્યુઆરી સુધી એમેઝોન ટૂલનો ઉપયોગ કરી શકશે.

એમેઝોનના આ નિર્ણયનો અર્થ એ છે કે તમે હવે એમેઝોન ફૂડ દ્વારા ઓર્ડર કરી શકશો નહીં. તમને યાદ અપાવીએ કે એમેઝોન ફૂડની શરૂઆત મે 2020માં બેંગલુરુથી થઈ હતી અને માર્ચ 2021 સુધીમાં તેને બેંગલુરુના અન્ય 62 પિન કોડ સુધી લંબાવવામાં આવી છે.

એમેઝોન ફૂડ ઉપરાંત, કંપની એમેઝોન એકેડમીને પણ બંધ કરવા જઈ રહી છે, જે હાઈસ્કૂલ સુધીના બાળકો માટે ઈ-લર્નિંગ પ્લેટફોર્મ હતું. એમેઝોન એકેડમી ગયા વર્ષે કોરોના મહામારી દરમિયાન શરૂ કરવામાં આવી હતી.

આ સિવાય એમેઝોન પણ છેલ્લા કેટલાક દિવસોથી છટણીને લઈને ચર્ચામાં છે, જો કે આ રિપોર્ટને પણ એમેઝોન દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે. એમેઝોને કહ્યું છે કે કંપનીએ કોઈને નોકરીમાંથી કાઢ્યા નથી. કેટલાક લોકોએ સ્વૈચ્છિક ઘટાડો ઓફર હેઠળ પોતાની કંપની છોડી દીધી છે.

Next Story