ચકલી ઊડે ફરર.... મસ્કે ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટનો લોગો બદલ્યો, હવે વાદળી ચકલીની જગ્યાએ X ચિહ્ન

New Update
ચકલી ઊડે ફરર.... મસ્કે ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટનો લોગો બદલ્યો, હવે વાદળી ચકલીની જગ્યાએ X ચિહ્ન

ટ્વિટરનું નવું નામ હવે 'X' હશે. કંપનીના માલિક ઈલોન મસ્કે X.comને Twitter.com સાથે લિંક કર્યું છે. એટલે કે, x.com લખવા પર, તમે સીધા ટ્વિટરની વેબસાઇટ પર પહોંચી જશો. હવે આજ સાંજથી આ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મનો બ્લુ બર્ડ લોગો પણ બદલાઈ જશે. મસ્કે પણ તેની પ્રોફાઈલ તસવીર બદલીને 'X' કરી દીધી છે. તેમણે એક વીડિયો પણ પિન કર્યો જેમાં ટ્વિટરનો લોગો એક્સમાં બદલાતો જોવા મળે છે. 

X એ એક પ્લેટફોર્મ હશે જે બધું જ ડિલિવર કરી શકે છે. પેમેન્ટ, બેંકિંગ અને ઈ-કોમર્સ જેવી સેવાઓ પણ. ઈલોન મસ્કે ગયા વર્ષે 27 ઓક્ટોબર 2022ના રોજ 44 બિલિયન ડોલરમાં ટ્વિટર ખરીદ્યું હતું. આ પછી મસ્ક ઘણા મોટા નિર્ણયોને લઈને ચર્ચામાં રહ્યા. ઈલોન મસ્કે વિશ્વભરમાં બ્લૂ સબસ્ક્રિપ્શન લોન્ચ કર્યું છે. 

ભારતમાં વેબ યુઝર્સે માટે બ્લુ સબ્સ્ક્રિપ્શનની કિંમત રૂ. 650 છે. અને તેનું વાર્ષિક સબસ્ક્રિપ્શન 6,800 રૂપિયા છે. મોબાઈલ માટે સબસ્ક્રિપ્શન ચાર્જ 900 રૂપિયા પ્રતિ માસ છે.