Connect Gujarat
ટેકનોલોજી

વોટ્સએપના વેબ વર્ઝનમાં ફોન નંબરથી લોગઇન શક્ય બનશે...

તમે વોટ્સએપનો બિઝનેસ માટે પણ ઉપયોગ કરતા હશો તો તેનો સ્માર્ટફોન કરતાં પણ લેપટોપ કે પીસીમાં વધુ ઉપયોગ કરતા હશો!

વોટ્સએપના વેબ વર્ઝનમાં ફોન નંબરથી લોગઇન શક્ય બનશે...
X

એ માટે, વોટ્સએપના વેબ વર્ઝનમાં લોગઇન કરવા માટે અત્યારે આપણે પીસીના સ્ક્રીન પર દેખાતા ક્યૂઆર કોડને સ્માર્ટફોનમાંની વોટ્સએપ એપની મદદથી સ્કેન કરવો પડે છે. જો તમારા ફોનમાં વોટ્સએપનો એકદમ હેવી ઉપયોગ થતો હોય અને પીસીનું કન્ફિગરેશન સારું ન હોય તો આ રીતે બંને ડિવાઇસ કનેક્ટ કરવામાં મુશ્કેલી પડી શકે છે.

હવે એનો રસ્તો મળશે - અત્યારે વોટ્સએપના બીટા ટેસ્ટર્સ, વેબ વર્ઝનમાં પોતાના વોટ્સએપ નંબરથી લોગઇન થઈ શકે છે! એ માટે ફોનમાં ‘લિંક એ ડિવાઇસ’ પર ક્લિક કરતાં, ક્યૂઆર કોડ ઉપરાંત ફોન નંબરથી કનેક્ટ થવાનો વિકલ્પ મળે છે. તેને ક્લિક કરી, પીસીમાં વેબ વર્ઝન ઓપન કરતાં, તેમાં ‘લિંક વિથ એ ફોન નંબર’ પર ક્લિક કરતાં, એક ઓટીપી જનરેટ થાય છે. એ ઓટીપી સ્માર્ટફોનમાં આપતાં બંને ડિવાઇસ કનેક્ટ થાય છે અને આપણે વોટ્સએપનો વેબવર્ઝનમાં સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ. તમને આ લાભ મળતાં થોડી વાર લાગી શકે છે.

Next Story