ભારતમાં યુટ્યુબની સર્જીકલ સ્ટ્રાઈક એક જ ઝાટકે 90 લાખથી વધુ વિડીયો હટાવાયા

લોકપ્રિય વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube એ સમગ્ર વિશ્વમાં મોટી કાર્યવાહી કરી છે અને 90 લાખથી વધુ વીડિયો દૂર કર્યા છે.

New Update
ભારતમાં યુટ્યુબની સર્જીકલ સ્ટ્રાઈક એક જ ઝાટકે 90 લાખથી વધુ વિડીયો હટાવાયા

લોકપ્રિય વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube એ સમગ્ર વિશ્વમાં મોટી કાર્યવાહી કરી છે અને 90 લાખથી વધુ વીડિયો દૂર કર્યા છે.સૌથી વધુ અસર ભારતમાં જોવા મળી હતી જ્યાં YouTube પરથી 22.5 લાખથી વધુ વીડિયો દૂર કરવામાં આવ્યા હતા. ગૂગલે યુટ્યુબની કોમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતા વીડિયો સામે આ કાર્યવાહી કરી છે. આ આંકડા ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 વચ્ચેના છે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં વીડિયોને હટાવવાની માહિતી આપી છે.ગૂગલના ટ્રાન્સપરન્સી રિપોર્ટ મુજબ ગયા વર્ષે ઓક્ટોબર અને ડિસેમ્બર દરમિયાન કુલ 30 દેશોમાંથી સૌથી વધુ વીડિયો ભારતમાંથી હટાવવામાં આવ્યા હતા. આ પછી બીજા સ્થાને સિંગાપુર છે. જ્યાં 12.4 લાખ વીડિયો પર કાર્યવાહી કરવામાં આવી હતી. અમેરિકા 7.8 લાખ વીડિયો સાથે ત્રીજા સ્થાને છે. આ વીડિયોને YouTube ના સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ દૂર કરવામાં આવી છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તેની પોસ્ટમાં જણાવ્યું છે કે મશીન લર્નિંગ અને હ્યુમન રીવ્યૂર્સ દ્વારા પોલીસી લાગુ કરવામાં આવે છે. જો સમુદાય દિશાનિર્દેશોના ઉલ્લંઘનને કારણે વિડિઓ દૂર કરવામાં આવે છે, તો તે સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. એટલે કે તમે દુનિયાના કોઈપણ ભાગમાં તે વીડિયો જોઈ શકશો નહીં.

Latest Stories