/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/09224444/maxresdefault-107-17.jpg)
અમદાવાદ શહેરના સરખેજ, વેજલપુર અને અસલાલી વિસ્તારમાં લોકોમાં ડર ઊભો કરી મિલકત-જમીન પચાવી, ખૂનની કોશિશ, દારૂ- જુગાર અને ખંડણી જેવા ગંભીર ગુના કરતી સુલતાન ગેંગ સામે અમદાવાદ શહેર પોલીસે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ)ના કાયદા હેઠળ ગુનો નોંધી પાંચ આરોપીની ધરપકડ કરી છે. કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં ત્રણ આરોપીઓ હાલ પાસા હેઠળ અલગ અલગ જેલમાં છે. અમદાવાદમાં ગુજસીટોકનો આ બીજો ગુનો નોઁધાયો છે
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 2010થી આ ગેંગે 76 જેટલા અલગ અલગ ગુના આચર્યા છે. જેમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ગેંગ સામે ગુજસીટોક એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી વસીમ ઉર્ફે બાપુ કુરેશી, મહંમદ નદીમ દહેલવી, મહંમદ જાવેદ દહેલવી, સલીમખાન પઠાણ અને મહંમદ જૂનેદની ધરપકડ કરી છે.સુલતાનખાન પઠાણ, અમીરખાન પઠાણ અને ઈરફાનહુસેન શેખ હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ છે. બાકીના ત્રણ આરોપીઓ હાલ ફરાર છે. આગામી દિવસોમાં અન્ય ગેંગ સામે પણ ગુનાઓની માહિતી મેળવી અને કાર્યવાહી કરવામાં આવશે
સુલતાનખાન પઠાણ, અમીરખાન પઠાણ અને ઈરફાનહુસેન શેખ હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ છે. બાકીના ત્રણ આરોપીઓ હાલ ફરાર છે. આગામી દિવસોમાં અન્ય ગેંગ સામે પણ ગુનાઓની માહિતી મેળવી અને કાર્યવાહી કરવામાં આવશે જરાતમાં 1 ડિસેમ્બર 2019થી ગુજસીકોક લાગુ થઈ ગયો છે. આ કાયદા હેઠળ સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત વસ્તુની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ, અથવા મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નોંધવામાં આવે છે.