ગુજરાત કોંગ્રેસમાં હાલ ભારે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ એક બાદ એક નેતા કોંગ્રેસ છોડી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ અને પ્રભારી રઘુ શર્મા એકા-એક દિલ્હી પહોંચ્યા છે. માનવામાં આવે છે કે આ બને નેતાઓ હાઇકમાન્ડ સાથે બેઠક કરે તેવી સંભાવના છે.
સૌરાષ્ટ્ર ઝોનની બેઠક બાદ બંને નેતા દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં જગદીશ ઠાકોર અને રઘુ શર્મા કોંગ્રેસના સિનિયર નેતા કે.સી.વેણુગોપાલ સાથે બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, આગામી દિવસોમાં ગાંધી પરિવારના સભ્યો ગુજરાત પ્રવાસ પર છે તેને લઈને પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત નરેશ પટેલ અંગે પણ બેઠકમાં ચર્ચા થશે. તો બીજી તરફ અચાનક ગુજરાત પ્રભારી અને ગુજરાત પ્રમુખને દિલ્હી પહોંચ્યા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી સતત હાર્દિક પટેલની કોંગ્રેસ સામેની નારાજગી નો અંત ગત બુધવારે આવી ગયો હતો. હાર્દિક પટેલે ગત બુધવારે કોંગ્રેસના તમામ હોદ્દા અને પદ પરથી રાજીનામું ધરી કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું. જે બાદ ગુજરાત કોંગ્રેસમાં ભારે હલચલ મચી જવા પામી છે. આ સાથે ગઈકાલે કોંગ્રેસના નેતાઓએ નરેશ પટેલ સાથે કરી હતી

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170