New Update
દેશનું પ્રથમ સી-પ્લેન આજે માલદીવથી કેવડિયા આવી પહોંચશે. બપોરે 3 વાગ્યાની આસપાસ સી-પ્લેન કેવડિયાના તળાવ નંબર-3 પર આવી પહોંચશે. 31મી ઓક્ટોબરે પીએમ મોદી સી-પ્લેનનું ઉદ્ઘાટન કરી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રંટ પર પહોંચશે.
સી-પ્લેન મારફતે અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતા અંદાજે 50 મિનિટ જેટલો સમય લાગશે.
અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રંટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉંટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોંડી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે.
Latest Stories