ભરૂચમાં હરાયા ઢોરને માર્ગો પરથી હટાવવા પાલિકાના ફાયર ફાઈટરોને કામે લગાડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ રાજ્યમાં ગુજરાત હાઈકોર્ટે હરાયા પશુઓ સંદર્ભે તાકીદ કરી હતી. હાઇકોર્ટના આદેશ બાદ ભરૂચ પાલિકા સહિતનું તંત્ર રસ્તા પર રખડતા પશુઓને પાંજરે પૂરવા કામે લાગી ગયું હતું.આજે સોમવારે હરાયા પશુઓને લઈ પાલિકાને વહીવટી તંત્રે કડક સૂચના આપતા ફાયર બ્રિગેડના જવાનોને માર્ગો ઉપરથી હરાયા પશુઓને હટાવવા કામે લગાવી દીધા હતા. ફાયર ફાઈટરો ફાયર ટેન્ડર લઈ માર્ગો ઉપર ઉતરી પડ્યા હતા. કલેકટર કચેરી સહિતના માર્ગો ઉપરથી ફાયર ફાઈટર હરાયા ઢોરને હાંકતા નજરે પડ્યા હતા. હવે ઇમરજન્સી સેવામાં ફરજ બાજવતા ફાયર ફાઈટરોને હરાયા પશુઓને ખડેદવાની કામગીરી સોંપવામાં આવતા ભારે ચર્ચાએ જોર પકડયું છે.
Video લ્યો બોલો ભરૂચમાં માર્ગ પરથી રખડતા ઢોર હટાવવાની કામગીરી પણ ફાયર વિભાગે કરવાની !
ઇમરજન્સી સેવામાં ફરજ બાજવતા ફાયર ફાઈટરોને હરાયા પશુઓને ખડેદવાની કામગીરી સોંપવામાં આવતા ભારે ચર્ચાએ જોર પકડયું છે.
