/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/28210214/maxresdefault-403.jpg)
કોરોનાની મહામારી વચ્ચે ઉમંગ અને ઉત્સાહથી હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના વાયરસનું સંક્રમણ વધી રહયું હોવાના કારણે પર્વની ઉજવણી સિમિત કરી દેવામાં આવી હતી. હોળી ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે.
શાસ્ત્રોમાં જણાવ્યાં અનુસાર ફાગણ સુદ આઠમના દિવસે વિષ્ણુજીએ ભક્ત પ્રહલાદને તેના પિતા અસુરરાજ હિરણ્યકશપે, વિષ્ણુ ભક્તિ કરવાથી તેને કેદ કરી અસહ્ય પીડા આપી હતી. અસુરરાજ હિરણ્યકશ્યના બહેન હોલિકાને વરદાનમાં વસ્ત્ર મળેલ કે જેને ઓઢવાથી તેને અભેદ્ય સુરક્ષા કવચ પ્રદાન કરે જે આગ, અસ્ત્ર, શત્રુ, આફત સામે રક્ષણ મળે, આ વરદાનનો લાભ અસુરરાજ હિરણ્યકશ્યપે લીધો, તેને જોયું કે અસય ત્રાસ આપવા છતાં પ્રહલાદ વિષ્ણુ ભક્તિ છોડી નહીં અને તેના કારણે તેની હત્યા કરવાનો નિર્ણય લીધો, જેમાં લાકડાના ઠગલા ઉપર હોલિકા વરદાનરૂપી વસ્ત્ર ઓઢી અને પ્રહલાદને ખોળામાં બેસાડી સળગાવી દેવો પરંતુ હોળીની જ્વાળા પવનના વેગથી હોલિકાનું વરદાનરૂપી વસ્ત્ર ઉડી ગયું, અને હોલિકા ભસ્મ થઈ અને પ્રહલાદનો બચાવ થયો જેના કારણે હોળી પ્રાગટ્ય મનાવવામાં આવે છે.માનવ પોતાનામાં રહેલા અવગુણ, અહમ, અનાદરવૃત્તિ, ઈર્ષા, વેર, વગેરે જેવી નકારાત્મકવૃત્તિનો જીવનમાંથી નાશ થાય અને જીવન કલેશમુક્ત થાય તે હેતુથી હોળી પ્રાગટ્ય કરવાનો એક મહિમા પણ છે.