વિલાયત સ્થિત જુબીલન્ટ કંપનીને ભારત સરકારના ઉર્જા મંત્રાલયે એવોર્ડ એનાયત કર્યો

New Update
વિલાયત સ્થિત જુબીલન્ટ કંપનીને ભારત સરકારના ઉર્જા મંત્રાલયે એવોર્ડ એનાયત કર્યો

વિલાયત જી.આઈ.ડી.સી.માં આવેલ જુબીલન્ટ લાઈફ સાયન્સ

લિ. યુનિટ ૧ને ભારત સરકારના ઉર્જા વિભાગે એવોર્ડ એનાયત કર્યો હતો.રાષ્ટ્રીય ઉર્જા

સંરક્ષણ દિન નિમિત્તે ઇલેક્ટ્રીક અને થર્મલ એનર્જીના સંરક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ

બ્યુરો એનર્જી ભારત સરકાર દ્ધારા જુબીલન્ટ કંપનીની પસંદગી કરી હતી.

publive-image

વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે ભારત સરકારના ઉર્જા અને

નવીનીકરણીય ઉર્જાના રાજ્ય મંત્રી આર કે સિંહે કંપનીના સાઇટ હેડ પ્રદીપકુમાર જૈન

અને ઇલેક્ટ્રિકલ હેડ મહેશ માંડવટીયાને સર્ટિફિકેટ ઓફ મેરીટ અર્પણ કરી નવાજ્યા

હતા.ભારત સરકારના ઉર્જા મંત્રાલયે જુબીલન્ટ કંપનીને એવોર્ડ આપતા કંપની કર્મીઓમાં

ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.

Latest Stories