ભરૂચના માર્ગો બન્યા બિસ્માર
શ્રવણ ચોકડી નજીકનો માર્ગ બિસ્માર
ગતરોજ ટ્રક ફસાઈ હતી
આજરોજ સ્કૂલ ફસાઈ ગઈ
માર્ગના સમારકામની માંગ
ભરૂચની શ્રવણ ચોકડી નજીકના અત્યંત બિસ્માઈ માર્ગ પર ગતરોજ ટ્રક ફસાયા બાદ આજ રોજ સ્કૂલ બસ ખાડામાં ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકોએ વહેલી તકે માર્ગના સમારકામની માંગ કરી છે.
ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી ગેઇલ કોલોની સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ પર પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે.મંગળવારે સવારે વિદ્યાર્થીઓને લઈ જતી એક સ્કૂલ બસ રસ્તાના મોટા ખાડામાં ફસાઈ જતાં દોડધામ મચી હતી.
બસને બહાર કાઢવા માટે સ્થાનિકોએ મદદ કરવી પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી.ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ આ જ વિસ્તારમાં એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પહોંચી હતી.
સતત બની રહેલી આવી ઘટનાઓ માર્ગની દયનીય સ્થિતિ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તાના સમારકામ અંગે હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે રોજબરોજ હજારો વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક માર્ગનું સમારકામ કરાવવા અને અકસ્માત જેવી દુર્ઘટનાઓ અટકાવવા જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે.
