જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની કરાય હતી રચના
સમિતિઓની રચના બાદ ચેરમેનોની વરણી કરવામાં આવી
વિવિધ કમિટીઓના ચેરમેનોએ વિધિવત રીતે પદગ્રહણ કર્યા
જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ વિશેષ ઉપસ્થિત રહ્યા
સ્વચ્છ-સુંદર-સમૃદ્ધ ભરૂચ’ના ધ્યેયનો સંકલ્પ વ્યક્ત કરાયો
ભરૂચ જિલ્લા પંચાયત ખાતે તમામ સમિતિના ચેરમેન માટે પદગ્રહણ સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કમિટીઓના ચેરમેનોએ વિધિવત રીતે પદગ્રહણ કર્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના બાદ ચેરમેનોની વરણી કરવામાં આવી હતી, ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા પંચાયતની વિવિધ કમિટીઓના ચેરમેનોએ વરસાદી માહોલ વચ્ચે પૂજન-અર્ચન સાથે વિધિવત રીતે તેઓના પદગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમ.ડી. અજયસિંહ રણા તેમજ અન્ય અગ્રણીઓ સહિતના સભ્યો ઉપસ્થિત રહી નવનિયુક્ત ચેરમેનોની અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી ‘સ્વચ્છ, સુંદર, સમૃદ્ધ ભરૂચ’ના ધ્યેયનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
