વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાની વાયુ સીમાનો ઉપયોગ કરીને અમેરિકા જવા માટે રવાના થયા છે. જેમા દિલ્હીથી વોશિંગટન ડીસી સુધીના સફરમાં તેઓ પાકિસ્તાની વાયુ સીમામાં ઘુસીને આગળ વધ્યા હતા. જેને લઈને ભારક દ્વારા પાકિસ્તાન પાસેથી પરવાનગી માગવામાં આવી હતી. ભારતે માગેલી પરવાનગીને પાકિસ્તાને મંજૂરી આપી અને ત્યારબાદ તેઓ પીએમ મોદીનું વિમાન આગળ વધ્યું હતું.

વડાપ્રધાન મોદનું વિમાન અફઘાનિસ્તાનની વાયુ સીમામાંથી ન ગયું. તેના પાછળનું કારણ કે હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબ્જો મેળવી લીઘો છે. જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યો છે. ત્યારથી ભારતીય વિમાનો સુરક્ષાને ધ્યાનમાં રાખીને અફઘાન વાયુ સીમાનો ઉપયોગ નથી કરી રહ્યા અને અન્ય રૂટ પરથી ભારતના વિમાનો ઉડાન ભરી રહ્યા છે. પાકિસ્તાનની પરવાનગી મળ્યા બાદ વડાપ્રધાને અમેરિકા માટે ઉડાન ભરી હતી.