દક્ષિણ
ગુજરાતમાં દીપડાઓ માટે બે સફારી પાર્ક બનાવવામાં આવશે અને માનવ ભક્ષી બનેલા દીપડાઓ
ને જંગલમાં ના છોડતા સફારી પાર્કમાં રખાશે તેમ રાજયના વનમંત્રી ગણપતસિંહ વસાવાએ
જણાવ્યું છે.
વડોદરામાં
સમસ્ત વસાવા સમાજના સ્નેહ મિલન અને સન્માન સમારંભ વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ
વસાવાની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે રાજ્યના વાઇલ્ડ લાઇફ
બોર્ડની બેઠકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લા અને સુરત જિલ્લાના માંડવી તાલુકામાં દીપડાઓ માટે
બે સફારી પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.માનવભક્ષી બનેલા દીપડાઓ ને
જંગલમાં ના છોડતાં આ પાર્કમાં આશ્રય આપવામાં આવશે. ગુજરાતમાં જંગલ વિસ્તારમાં
અંદાજે ૧૪૦૦ જેટલા દીપડાઓ હોવાની જાણકારી તેમણે આપી હતી.