• અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ઉદ્યોગ મંડળ દ્વારા આયોજન કરાયું

  • ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો પ્રારંભ

  • ત્રણ દિવસ સુધી ચાલશે ઇન્ડસ્ટ્રીયલ એક્સપો

  • 125 સ્ટોલ ઉભા કરાયા

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા જીઆઇડીસીમાં ઇએસઆઈસી હોસ્પિટલ સામે  16માં એઆઈએ ત્રણ દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન  કરવામાં આવ્યું છે આજથી પ્રારંભ થયેલા  મેગા પ્રદર્શનમાં ઉદ્યોગોને લગતા નાના-મોટા 125થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં ઇએસઆઈસી હોસ્પિટલ સામે યુટીલીટી પ્લોટ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા તારીખ 16,17, અને 18 એપ્રિલ-સુધી 16માં એઆઈએ – ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.આ મેગા ઇન્ડસ્ટ્રીયલ પ્રદર્શનમાં નાના-મોટા થઈને 125થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.જેમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર પેસ્ટિસાઇડ્સ, ઓઇલ એન્ડ લુબ્રિકન્ટ્સ, એન્જિનિયરિંગ ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ, પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ વિગેરે ઉદ્યોગોએ ભાગ લીધો છે.આ – ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આજરોજ  આરતી ઈન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ અને સીએચઆરો મનોજકુમાર શર્મા, સુદર્શન ગુજરાત મેન્યુફેક્ચરિંગ કંપનીના  એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડી.કે.રાણા, કોહિઝોન લાઈફ સાયન્સના ચીફ ઓપરેશન્સ એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સી.બી.ભારદ્વાજના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ સમારંભ દરમિયાન  માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપોર્ટ અને હાઈએસ્ટ મેન્યુફેક્ચરિંગ ટર્નઓવરની પ્રતિયોગીતામાં વિજેતા થયેલ તમામને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.આ  ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોની  ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતોના  મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લેશે.