ધોરણ-12ની સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, SOP આ મુજબ રહેશે

ધોરણ-12ની સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, SOP આ મુજબ રહેશે
New Update

તાજેતરમાં ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા.1 જુલાઇથી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો છે. આજે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. સાયન્સમાં 1 જુલાઈએ પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્ય પ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું રહેશે. આ પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ સુધી ચાલશે.

  • 1 જુલાઇએ ફિઝિક્સનું પેપર
  • 3 જુલાઇએ કેમિસ્ટ્રીનું પેપર
  • 5 જુલાઇએ બાયોલોજીનું પેપર
  • 6 જુલાઇએ ગણિતનું પેપર
  • 8 જુલાઇએ અંગ્રેજીનું પેપર
  • 10 જુલાઇએ ભાષાના પેપર

SOP આ મુજબ રહેશે

  • પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઇઝેશન,સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગન સહિતની કોરોનાની એસ.ઓ.પી.નું પાલન ફરજિયાત કરાશે.
  • જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઇ જાય તે તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાશે. વિદ્યાર્થીને નજીકનું કેન્દ્ર અપાશે.
  • અત્યાર સુધી એક વર્ગમાં 30 વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા. આ પરીક્ષામાં એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ બેસાડાશે.
  • દરેક વર્ગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે.
#Connect Gujarat #12th Science #education news #exam #Exam Time Table #Exam 2021 #12th Exam Time Table
Here are a few more articles:
Read the Next Article