/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/19153812/000.jpg)
કચ્છનું પાટનગર એટલે ભુજ. લાખો કચ્છીઓના મનમાં ભુજના દરેક વિસ્તારો અંકિત થયેલા છે. જિલ્લા મથક ભુજનો આજે ૪૭૩મો જન્મદિવસ છે. ત્યારે ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ છે.
રાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવત ૧૬૦પ માગસર સુદ-પાંચમના દિવસે ભુજ શહેરની સ્થાપના કરી હતી. ભુજિયા ડુંગરના કારણે આ નગરનું નામ ભુજ પાડવામાં આવ્યું છે. રાજાશાહી શાસન બાદ આજે ભુજ સમગ્ર જિલ્લાનું વડુમથક બન્યું છે. વિશાળ વિસ્તારમાં નગર પ્રસરી રહ્યું છે. ત્યારે ભુજના જન્મદિવસે આ પાટનગરને મહાનગર પાલિકા તરીકે જાહેર કરવામાં આવે તેવી લોક લાગણી ઉઠી છે.
રાવ ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના કરી હતી આજે શહેરનો ૪૭૩મો સ્થાપના દિન છે. ભુજમાં ૧૮ રાજવીઓએ રાજ કર્યું હતું. ૧૯૪૮માં કચ્છ ભારત સંઘ સાથે ભળ્યું હતું. બાદમાં ભુજને જિલ્લાનું વડું મથક જાહેર કરાયું હતું. ભુજના સ્થાપના દિવસે શહેરને મહાનગર પાલિકા નિયુક્ત થાય તેવી લાગણી દર્શાવી હતી અગાઉ પાંચ નાકા અને છઠ્ઠીબારીમાં ભુજનો વિસ્તાર લેખાતો હતો. પરંતુ હવે શહેરની બહાર વિકાસ થઈ રહ્યો છે. ચોતરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં અંકિત થઈ ગયું છે.
કચ્છનાં પાટનગર ભુજનો આજે 473 મો જન્મદિવસ છે,પાટનગર ભુજ લાખો કચ્છીઓના મનમાં અને હૃદયમાં અંકિત થયેલું છે દર વર્ષની રાજાશાહી પરંપરા પ્રમાણે ભુજના પ્રથમ નાગરિક દ્વારા પ્રાગ મહેલ ખાતે ભુજની ખીલી જ્યાં ખોડાઈ હતી ત્યાં પૂજા કરવામાં આવે છે,પરંતુ ભુજમાં વહીવટદાર શાસન અમલી હોવાથી ચીફ ઓફિસર નીતિન બોડાત દ્વારા ખીલી પૂજા કરી ભુજનો જન્મદિવસ ઉજવાયો હતો. આઝાદી પહેલા આ વિધિ રાજ પરિવાર દ્વારા કરવામાં આવતી હતી. ભુજની સ્થાપના સવંત 1605 માં માગશર સુદ પાંચમના દિવસે થઈ હતી,આજનો દિવસ લાખો ભુજવાસીઓ પોતાનો જન્મદિવસ હોય તેવી રીતે મનાવી રહ્યા છે આજે પ્રાગ મહેલ ખાતે ખીલી પૂજા કરી કેક કાપી ભુજનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ પરિવારના કુંવર ઇન્દ્રજીત સિંહ સહિતના સભ્યો, સંસદ સભ્ય વિનોદ ચાવડા, ધારાસભ્ય નિમાબેન આચાર્ય સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. નગરસેવકોની પાંચ વર્ષની ટર્મ પુરી થતા તેઓ હવે નગરસેવક રહ્યા નથી જેથી સતા છીનવાઈ જતા ઉજવણીમાં પણ તેઓ જોડાયા ન હતા. ભુજના 44 નગરસેવકો પૈકી એક પણ નગરસેવક ખીલી પૂજામાં હાજરી ન આપતા લોકોમાં ચર્ચા જામી હતી.
કચ્છનાં પાટનગર ભુજનો આજે 473 મો જન્મદિવસ છે ત્યારે ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના હમીરસર તળાવ પાસે કેક કાપી ભુજના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. સાથે હમીરસર પાસે આવેલી ગાંધીજીની પ્રતિમાને પંચામૃત અને પાણીથી શુદ્ધ કરવામાં આવી હતી. કચ્છનાં મહારાવે ભુજ નગર બનાવ્યું ત્યારે લોકોની સુખાકારીની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભાજપના શાસનમાં ભુજના લોકો વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રપિતા ગાંધીબાપુની પ્રતિમાનું માંન પણ જળવાતું નથી તેવું શહેર કોંગ્રેસ પ્રમુખ રવિ ત્રવાડી અને પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.