India vs England 3rd ODI: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણી ખૂબજ રોમાંચક મોડ પર છે. આજે શ્રેણીની અંતિમ મેચ રમાશે. મેચ બપોરે 1.30 વાગ્યે શરુ થશે. જે ટીમ જીતશે તેના નામે સીરિઝ થઈ જશે. હાલમાં આ સીરિઝ 1-1થી બરાબરી પર છે. એવામાં બન્ને ટીમની નજર આ મેચ જીતવા પર રહેશે.

વનડે ક્રિકેટમાં ઈંગ્લેન્ડ (England) વિરુદ્ધ ઘરમાં ટીમ ઈન્ડિયા (Team India)નું પલડુ ભારે રહ્યું છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે છેલ્લા 36 વર્ષમાં એક પણ દ્વિપક્ષીય વનડે સીરિઝમાં હાર્યું નથી. એવામાં ભારતીય ટીમ (Team India) 36 વર્ષની પોતાની બાદશાહત કાયમ રાખવા માંગશે.