ગુજરાતના આ હિલ સ્ટેશન પર જામે છે લોકોની ભીડ, દુનિયાભરથી લોકો આવે છે અહીં ફરવા, જાણો તેની અદ્ભુત સુંદરતા....

સાપુતારાના જંગલોમાં વિવિધ પ્રકારના સાપ જોવા મળે છે. જેને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવતા હોય છે.

New Update
ગુજરાતના આ હિલ સ્ટેશન પર જામે છે લોકોની ભીડ, દુનિયાભરથી લોકો આવે છે અહીં ફરવા, જાણો તેની અદ્ભુત સુંદરતા....

હિલ સ્ટેશન પર ફરવા જવાની મજા જ કઈક અલગ હોય છે. ગુજરાતમાં ઘણા એવ હિલ સ્ટેશનો આવેલા છે. જ્યાની સુંદરતા તમારું મન મોહી લેશે. તો આજે અમે તમને જણાવીએ એવા જ હિલ સ્ટેશનો વિષે...

સાપુતારા

· ગિરિમથક સાપુતારા ગુજરાત પ્રવાસનના નકશા પર ખૂબ જ સુંદર સ્થળ છે. આ હિલ સ્ટેશન વરસાદની મોસમમાં વધુ સુંદર અને નયનરમ્ય લાગે છે. સાપુતારાની સુંદરતામાં હરિયાળી અને સુંદર ધોધ વરસાદને કેદ કરી લે છે. સાપુતારા એવા લોકોને આકર્ષી શકે છે, જેઓ ચોમાસામાં ફરવા જવાનું પસંદ કરે છે. તેવા લોકો માટે આ સ્થળ બેસ્ટ છે. જેમને પ્રકૃતિ પ્રત્યે ઊંડો પ્રેમ છે, જંગલના ઝરણા તેમણે આકર્ષે છે.

· સાપુતારા દરિયાની સપાટીથી 3000 ફૂટની ઊંચાઈએ આવેલું છે. આ ઊંચાઈ તેને વધુ સુંદર બનાવે છે. ડાંગ જીલ્લામાં આવેલા સાપુતારાની આબોહવા ખૂબ જ સુંદર છે તેના માટે જ તો સાપુતારા વખણાય છે. અહીની હવા ખૂબ જ ઠંડી અને સ્વસ્થ છે. જેના કારણે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સાપુતારાનું ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ મહત્વ છે. ભગવાન સામે તેમના વનવાસ દરમિયાન અહીં 11 વર્ષ વિતાવ્યા હતા.

· સાપુતારા સાપનું ધામ છે. સાપુતારા એટલે સાપનું ઘર. સાપુતારાના જંગલોમાં વિવિધ પ્રકારના સાપ જોવા મળે છે. જેને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવતા હોય છે. અહીના લોકો નાગ દેવતાની પણ અલગ અલગ રૂપમાં પુજા અર્ચના કરે છે. અહીના લોકો સાપુતારાના સર્પગંગા નદીના કિનારે બનેલી નાગની મૂર્તિની પૂજા કરે છે.

· સાપુતારાને સુઆયોજિત હિલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. તેથી જ તેમાં ગેસ્ટ હાઉસ, ગાર્ડન, સ્વિમિંગ પુલ, બોટ ક્લબ, ઓડિટોરિયમ, રોપ વે અને મ્યુઝિયમ જેવી અનેક પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

· આ સિવાય તમે સન સેટ અને સન રાઇઝ પોઈન્ટ પર જઈને સૂર્યોદય કે સૂર્યાસ્તનો અદ્ભુત નજારો જોઈ શકો છો. સાપુતારા સુરતથી માત્ર 170 કિમી જ દૂર છે. ગુજરાતનાં સુપ્રસિદ્ધ સ્થળો માનું એક સાપુતારા છે. સાપુતારા પહોચવા માટે સરકારી મર્ગ પરિવહનની બસો પણ ઉપલબ્ધ છે.  

Latest Stories