Connect Gujarat
ટ્રાવેલ 

વડોદરા રેલ્વે સ્ટેશન પર ટ્રેનોનું દબાણ ઓછું કરવા નિર્ણય, જાન્યુઆરીથી 6 ટ્રેનોના સમયમાં ફેરફાર..!

વડોદરા રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી 6 ટ્રેનોના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વડોદરા રેલ્વે સ્ટેશન પર ટ્રેનોનું દબાણ ઓછું કરવા નિર્ણય, જાન્યુઆરીથી 6 ટ્રેનોના સમયમાં ફેરફાર..!
X

વડોદરા રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી 6 ટ્રેનોના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ ફેરફાર ડીઝલ લોકોથી ઈલેક્ટ્રિક લોકો લગાવવા અને વડોદરા સ્ટેશન પર ટ્રેનોનું દબાણ ઓછું કરવા માટે લેવામાં આવી રહ્યો છે.

વડોદરા સ્ટેશન પર 6 ટ્રેનોના ઉપડવાના સમયમાં ફેરફાર :

૧- ટ્રેન નંબર ૨૨૬૫૩ તિરુવનંતપુરમ - હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટનો ૮ જાન્યુઆરીથી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય સવારે ૦૯.૧૮ વાગ્યાનો રહેશે.

૨- ટ્રેન નંબર ૨૨૬૫૪ હઝરત નિઝામુદ્દીન - તિરુવનંતપુરમ સુપરફાસ્ટનો તારીખ ૯ જાન્યુઆરીથી વડોદરા સ્ટેશનથી પ્રસ્થાનનો સમય સાંજે ૬.૦૬ વાગ્યાનો રહેશે.

૩- ટ્રેન નંબર ૨૨૬૩૩ તિરુવનંતપુરમ - હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટનો ૫ જાન્યુઆરીથી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય રાતના ૧૧.૫૯ વાગ્યાનો રહેશે.

૪- ટ્રેન નંબર ૨૨૬૩૪ હઝરત નિઝામુદ્દીન - તિરુવનંતપુરમ સુપરફાસ્ટનો ૬ જાન્યુઆરીથી વડોદરા સ્ટેશન થી ઉપડવાનો સમય સવારે ૧૦.૫૮ વાગ્યાનો રહેશે.

૫- ટ્રેન નંબર ૨૨૬૫૯ કોચૂવેલી - ષિકેશ સુપરફાસ્ટનો ૭ જાન્યુઆરીથી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય સાંજે ૫.૧૧ વાગ્યાનો રહેશે.

૬- ટ્રેન નંબર ૨૨૬૬૦ ષિકેશ-કોચૂવેલી સુપરફાસ્ટનો ૧૦ જાન્યુઆરીથી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય રાતના ૧.૧૮ વાગ્યાનો રહેશે.

Next Story