Connect Gujarat
ટ્રાવેલ 

હિલ સ્ટેશન પર ફરવા ભલે જાવ પણ આ વસ્તુઓ લઈ જવાનું ભૂલતા નહીં હો !!! નહિતર પડશે મોટી મુશ્કેલીઓ....

તમે મુસાફરી પર જાવ છો તો સૌથી પહેલા તો તમે તમારી દવાને સાચવીને મૂકી રાખો. જેવી કે બેચેની, ઉલ્ટી થવી, માથાનો દુખાવો, જેવી મુશ્કેલીઓ પડી શકે છે.

હિલ સ્ટેશન પર ફરવા ભલે જાવ પણ આ વસ્તુઓ લઈ જવાનું ભૂલતા નહીં હો !!! નહિતર પડશે મોટી મુશ્કેલીઓ....
X

ફરવા જવું કોને ના ગમે એમાય અત્યારે તો ચોમાસનો ફૂલ માહોલ જામ્યો છે ત્યારે હિલસ્ટેશન પર ફરવા જવાનું અને કુદરતી સૌંદર્ય વાળી જગ્યાએ ફરવા જવાનું વધુ પસંદ કરે છે. ઘણા લોકો તેમના પરિવાર સાથે તો ઘણા લોકો ફેમેલી સાથે ફરવા જતાં હોય છે. મોટાભાગના લોકોને પહાડો પર ફરવું ખૂબ જ ગમતું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પહાડો પર ફરવા જવા પેલા કઈ વસ્તુઓ સાથે લઈને જવી જોઈએ.

· હિલ સ્ટેશનપર મુસાફરી દરમિયાન આ વસ્તુઓ સાથે રાખો:-

તમે મુસાફરી પર જાવ છો તો સૌથી પહેલા તો તમે તમારી દવાને સાચવીને મૂકી રાખો. જેવી કે બેચેની, ઉલ્ટી થવી, માથાનો દુખાવો, તાવ શરદી વગેરે. કેમ કે મુસાફરી દરમિયાન તમને આ મુશ્કેલીઓ પડી શકે છે.

ઘણી વાર લોકોને અલગ અલગ જ્ગ્યા પર ભોજન પચતું નથી. દરમિયાન તમે ઈચ્છો તો તમારી ઘરે બનાવેલો હળવો નાસ્તો લઈને જઈ શકો છો. આ સિવાય ઘણી વખત પહાડો પર વસ્તુઓ મોંઘી પણ મળે છે દરમિયાન તમે તમારી સાથે નમકીન, કોલ્ડ ડ્રિન્ક જેવી વસ્તુઓ લઈ જઈ શકો છો, જેનાથી તમારા પૈસા પણ બચી શકે છે.

જો તમે પહાડો પર રજાઓ ગાળવા જઈ રહ્યા છો તો તમારા માટે જરૂરી છે કે તમારે તમારી સાથે અમુક ગરમ કપડા લઈ જવા જોઈએ. જો તમારી સાથે નાના બાળકો છે, તો તેમના માટે ગરમ કપડા જરૂર લઈ લો નહીંતર પહાડ પર ઠંડીના કારણે તમને અને બાળકોને મુશ્કેલી પડી શકે છે.

પહાડી વિસ્તારોમાં ઘણી વખત લાઈટની પણ સમસ્યા થઈ જાય છે, જેનાથી તમને મોબાઈલ કે અન્ય ગેજેટ્સને ચાર્જ થવામાં મુશ્કેલી થઈ શકે છે. દરમિયાન તમે પોતાની સાથે પાવરબેંક લઈ જઈ શકો છો. આ સિવાય પોતાની સાથે ટોર્ચ વગેરે પણ લઈ જવાનું ન ભૂલો કેમ કે પહાડોમાં આ ખૂબ કામમાં આવી શકે છે.

Next Story