ઓક્ટોબરની રજાઓની મજા માણો મુંબઈમાં, આ ખૂણામાં આવેલું છે બીજું મરીન ડ્રાઈવ, અચૂક લેજો મુલાકાત.....

મુંબઈ જનાર વ્યકતી મરીન ડ્રાઈવની મુલાકાત ના લે તે શકય નથી. મુંબઈ 7 નાના નાના ટાપુઓનો બનેલો છે.

ઓક્ટોબરની રજાઓની મજા માણો મુંબઈમાં, આ ખૂણામાં આવેલું છે બીજું મરીન ડ્રાઈવ, અચૂક લેજો મુલાકાત.....
New Update

મુંબઈને સપનાનું શહેર અને સંઘર્ષનું સિટી કહેવામા આવે છે. આ શહેર સતત દોડતું રહે છે. એટલે જ અહીં સતત હલચલ જોવા મળે છે. આ શહેર છે ક્યારેય ઊંઘતું નથી. આનું આ જ કારણ છે કે કરોડપતિઓ અને બેઘર લોકોનું ઘર પણ કહેવાય છે. આ શહેરમાં એક સુંદર ટાપુ પણ આવેલો છે. જે મડ આઇલેન્ડ તરીકે ઓળખાઈ છે. પરંતુ શું તમે એ જાણો છો કે તેને મુંબઈનું બીજું મરીન ડ્રાઈવ કહેવામા આવે છે. મુંબઈ જનાર વ્યકતી મરીન ડ્રાઈવની મુલાકાત ના લે તે શકય નથી. મુંબઈ 7 નાના નાના ટાપુઓનો બનેલો છે.

આ સ્થળ બોરીવલીમાં સ્થિત નેશનલ પાર્કથી એક કલાકના અંતરે આવેલું છે. અહીં પહોચવા માટે તમારે લિન્ક રોડ જવું પડશે અને માલડ માલવાની નજીક જવું પડશે. અહીં જતી વખતે તમારે વચ્ચે રસ્તામાં ટ્રાફિકનો સામનો પણ કરવો પડશે. તો મોડી રાતે આ મડ આઇલેન્ડ પર ના જશો બેસ્ટ છે કે તમે સવારના સમયે ત્યાં જાવ.

અમુક બાબત એવી છે જે તમને પરેશાન કરી શકે છે તેમાં એક છે માછલીની ગંધ. મડ આઇલેન્ડએ માછીમારોનું ઘર છે. જો તમને સૂકી માછલીની ગંધથી નફરત હોય તો તમારે ત્યાં જઈને તમારા નકને ઢાંકવાનું ભુલશો નહીં, અહીં આવ્યા પછી તમને ખબર પડશે કે મૂંબઈમાં ફૂડ લવર્ષમાં ડ્રાઈ ફિશની કેટલી ડિમાન્ડ છે. જો કે અહીં તમે અમુક અંતરે આવેલા પથ્થરો પર બેસીને ત્યાનો નજારો જોઈ શકો છો. ત્યાથી તમને મુંબઈ શહેરના સુંદર દ્રશ્યો પણ દેખાશે. જો કે દરરોજ સાંજે અહીથી સમુદ્રના મનોહર દ્રશ્યો જોવા મળે છે. આ સ્થાન પર એક શિવ મંદિર પણ આવેલું છે. જે ખૂબ જ ઊંચાઈ પર આવેલું છે. અહીથી આખા મુંબઈ શહેરનો સુંદર નજારો જોઈ શકાશે.      

#GujaratConnect #Tour Planing #October Tour Plan #October holidays #Month of october #Marine Drive Mumbai #Maharashtra Tourism #Mumbai Tourist Palace
Here are a few more articles:
Read the Next Article