IRCTC એ જાહેર કર્યું નવું ટુર પેકેજ, હવે બિંદાસ સિંગાપુર અને મલેશિયા ફરી શકશો, જાણો કેટલો થશે ખર્ચ....

IRCTC સમયાંતરે અવનવા ટુર પેકેજ જાહેર કરતાં રહે છે. તો ચાલો જાણીએ સિંગાપૂર અને મલેશિયાના ટુર પેકેજમાં કેટલો ખર્ચ થશે અને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવશે.

IRCTC એ જાહેર કર્યું નવું ટુર પેકેજ, હવે બિંદાસ સિંગાપુર અને મલેશિયા ફરી શકશો, જાણો કેટલો થશે ખર્ચ....
New Update

લોકોને વિદેશની ટુર કરવી ખૂબ જ ગમતી હોય છે. દર વર્ષે ભારતમાંથી લાખો યાત્રિકો વિદેશ ફરવા જતાં હોય છે. માટે જ IRCTC સમયાંતરે અવનવા ટુર પેકેજ જાહેર કરતાં રહે છે. તો ચાલો જાણીએ સિંગાપૂર અને મલેશિયાના ટુર પેકેજમાં કેટલો ખર્ચ થશે અને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવશે.

· પેકેજની શરૂઆત ક્યાથી થશે?

પેકેજની શરૂઆત દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી થશે. આ પેકેજનું નામ Enchanting Singapore and Malaysia છે. આ એક ફ્લાઇટ પેકેજ છે. આ પેકેજમાં મુસાફરી દરમિયાન બધી જ સુવિધા આપવામાં આવે છે.

· ક્યારે શરૂ થશે આ પેકેજ?

IRCTCનું આ પેકેજ 20 નવેમ્બર 2023 થી 4 ડિસેમ્બર 2023 એમ બે તારીખનાં રોજ શરૂ થશે. આ પેકેજ 7 દિવસ અને 6 રાત્રીનું રહેશે. આ પેકેજમાં બ્રેક ફાસ્ટ , લંચ અને ડીનરનો સમાવેશ થશે.

· કયા ક્યાં સ્થળે ફરી શકશો?

સિંગાપોરમાં તમને મર્લિઅન પાર્ક, સિંગાપોર ફ્લાયર, સેન્ટોસા આઇલેન્ડ જેવી ઘણી જગ્યાઓ પર જવાનો મોકો મળશે. પેકેજમાં લોકોને 3 સ્ટાર હોટલમાં રહેવાની સુવિધા મળશે. મલેશિયાના કુઆલાલંપુરમાં બાટુ ગુફા, પુત્રજયા સિટી ટૂર અને કુઆલાલંપુર સિટી ટૂર કરવા મળશે.

· કેટલો થશે ખર્ચ?

પેકેજ વિશે વધુ માહિતી માટે તમે IRCTCની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. જો તમે એકલા મુસાફરી કરો છો, તો તમારે 1,63,700 રૂપિયા ચૂકવવા પડશે. બે લોકો માટે વ્યક્તિ દીઠ 1,34,950 રૂપિયા ચૂકવવા પડશે અને ત્રણ લોકો માટે 1,18,950 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવાના રહેશે.

#IRCTC #IRCTC Tour Package #ટુર પેકેજ #IRCTC New Tour Package #IRCTC Special Tour Package #New Tour Package #Tour Package #Tour Package 2023
Here are a few more articles:
Read the Next Article