Connect Gujarat
ટ્રાવેલ 

હોટલમાં ચેકઆઉટ કરતાં પહેલા રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, નહીં તો થઈ જશે મોટું નુકશાન......

જ્યારે ચેકઆઉટ કરીએ. જો ત્યારે બેદરકારી રાખીએ તો તમને મોંઘું પડી શકે છે. તમારી આ ચૂકનો ફાયદો હોટલ વાળા ઉઠાવી શકે છે

હોટલમાં ચેકઆઉટ કરતાં પહેલા રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, નહીં તો થઈ જશે મોટું નુકશાન......
X

આપણે બહાર ફરવા જઈએ ત્યારે આપણે હોટલમાં જ રહેવું પડે છે. અમુક લોકો તો હોટલ અગાઉથીજ ઓનલાઈન બુક કરાવી દેતા હોય છે. તો અમુક લોકો ત્યાં પહોચીને હોટેલ બુક કરાવે છે. સિઝનના હિસાબથી હોટલનું બિલ સસ્તું કે મોંઘું હોય છે. ખાસ ધ્યાન ત્યારે રાખવું પડે છે જ્યારે ચેકઆઉટ કરીએ. જો ત્યારે બેદરકારી રાખીએ તો તમને મોંઘું પડી શકે છે. તમારી આ ચૂકનો ફાયદો હોટલ વાળા ઉઠાવી શકે છે. એવામાં જ્યારે પણ હોટલનું બિલ જમા કરો ત્યારે તેનું GST બિલ જરૂરથી ચેક કરવું.

હવે સવાલ એ થાય કે હોટલમાં GST કેટલું લાગશે?

GST કાઉન્સીલ અનુસાર હોટલનું બિલ જો દરરોજના હિસાબથી 1000 રૂપિયા આવે છે. તો તેના પર 12% GST લાગે છે. તેનો મતલબ એમ થાય કે તમે જે રૂમ બૂક કરાવ્યો છે 7500 કે તેનાથી ઓછું આવ્યું હોય તો તમારે 12 % GST ચૂકવવાનું રહેશે. જો હોટલનું ભાડું પ્રતિદિન 7500 રૂ. હોય તો GST દર 18 % લેવામાં આવશે. અને જો આના કરતાં વધુ ટેક્સ વસૂલી કરે તો તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો.

હોટલનું બિલ ઓછું કરાવવા માટેની ટિપ્સ......

· જ્યારે પણ કોઈ હોટલ બુક કરો ત્યારે સૌથી પહેલા રૂમની કિંમત જુઓ. કોઈ પ્રકારના કન્ફયુંઝનમાં પહેલા ફોન પર વાત કરીને કિંમતની જાણકારી લો

· તમે હોટલમાં જે વસ્તુનો ઉપયોગ કર્યો છે તે જ વસ્તુનું બિલ આપો. જો તમે પાણીની બોટલનો યુઝ નથી કર્યો તો તમે તેનું બિલ ના આપો. દરેક સુવિધાની તપાસ કર્યા બાદ જ બિલની ચુકવણી કરો.

· રૂમ પર મળતા ડિસ્કાઉન્ટની અવગણના ના કરો. જુઓ કોઈ હોટલ્સ રૂમ પર ડિસ્કાઉન્ટ કે ક્રેડિટ કાર્ડ પર ઓફર છે કે નહીં લે અવશ્ય તપાસ કરો.

· હોટલ બિલ ઓછું કરવા માંગો છો તો તમે ઓફસિઝનમાં હોટલ બુક કરવો ત્યારે ભાડા ખૂબ જ સસ્તા હોય છે.

Next Story