Connect Gujarat
ટ્રાવેલ 

દેશની પહેલી ઇ-ટ્રક ગુજરાતમાં બનશે,દિવાળી સુધીમાં થશે લોન્ચ

અમેરિકામાં વસતા મૂળ ગુજરાતના હિમાંશુ પટેલની કંપની 'ટ્રાઇટન' દેશની પહેલી ઇ-ટ્રક ગુજરાતમાં બનાવશે.

દેશની પહેલી ઇ-ટ્રક ગુજરાતમાં બનશે,દિવાળી સુધીમાં થશે લોન્ચ
X

ભારતમાં ઇલેક્ટ્રિક વહિકલ્સ નું ચલણ દિવસે દિવસે વધી રહ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ હવે ઇલેક્ટ્રિક બસ નો વ્યાપ વધ્યો છે. આ બધા વચ્ચે હવે ભારતમાં ઇલેક્ટ્રિક ટ્રકનું ઉત્પાદન પણ થવા જઈ રહ્યું છે. અમેરિકામાં વસતા મૂળ ગુજરાતના હિમાંશુ પટેલની કંપની 'ટાયટન' દેશની પહેલી ઇ-ટ્રક ગુજરાતમાં બનાવશે. આ માટે કંપનીએ આજે ગુજરાત સરકાર સાથે કરાર પણ કરવામાં આવ્યા છે. આ ટ્રક 100% મેડ ઇન ઇન્ડિયા હશે રાજ્યમાં કચ્છ-ભૂજ ખાતે ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટે નો પ્લાન્ટ સ્થપાશે.

આ ટ્રક માટે વપરાતા તમામ કમ્પોનન્ટ્સ સંપૂર્ણ રીતે ભારતમાં અને ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવશે. સંભવિત મેન્યુફેક્ચરિંગ સાઈટ પાસે જ આ કંપનીઓના પ્લાન્ટ પણ હશે. આ રીતે ટ્રક માટે કમ્પ્લીટ ઇકોસિસ્ટમ ઉભી કરીશું. ગુજરાત સરકારની જેમ જ અમે આજે બેટરી, સર્કિટ, સેમી કંડકટર, પાર્ટ્સ સહિતના કમ્પોનેન્ટ બનાવતી 9 જેટલી કંપનીઓ સાથે પણ જોડાણ કર્યું છે. આ બધાના પ્લાન્ટ પણ અમારા પાર્ક સાથે જ હશે.ટ્રીટોન ઇલેક્ટ્રિક વ્હીકલ એલ.એલ.સી અને ગુજરાત સરકાર વચ્ચે આ પ્લાન્ટ ની સ્થાપના માટેના એમ.ઓ.યુ. થયા છે રૂ. ૧૦૮૦૦ કરોડના કુલ રોકાણ સાથે સ્થપાનારા આ પ્લાન્ટમાં ચાલુ નાણાંકીય વર્ષ ર૦રર-ર૩માં ૧ર૦૦ કરોડના રોકાણ સાથે ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ આ પ્લાન્ટ શરૂ કરશે ૧૦ હજાર જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અવસર પૂરો પાડનારા આ પ્લાન્ટ ની સ્થાપના માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતીમાં એમ.ઓ.યુ સંપન્ન કરવામાં આવ્યા હતા

Next Story