પ્રકૃતિ પ્રેમીઓ માટે ભારતની આ 4 જગ્યાઓ છે સૌથી બેસ્ટ

જો તમે ફરવાના શોખીન હોવ અને દુનિયાની હલચલથી દૂર કોઈ શાંત, ઐતિહાસિક કે રોમાંચક જગ્યાની શોધમાં હોવ તમને પ્રકૃતિ સાથે પ્રેમ છે.

New Update
hampi

જો તમે ફરવાના શોખીન હોવ અને દુનિયાની હલચલથી દૂર કોઈ શાંત, ઐતિહાસિક કે રોમાંચક જગ્યાની શોધમાં હોવ તમને પ્રકૃતિ સાથે પ્રેમ છે.

તો આપણા ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે તમારું મન મોહી લેશે. દરેક રાજ્ય, દરેક શહેર પોતાની એક નવી કહાની અને અનુભવો સાથે ભરેલું છે. તમને સમુદ્રના કિનારા ગમે કે પહાડોની ઠંડી હવા, અહીં બધું જ તમને મળી રહેશે. તો આવો એવી જગ્યાઓ વિશે જાણીએ જ્યાં તમે ફેમીલી સાથે જઇ શકો છો.

અંદામાન અને નિકોબાર ખૂબ સુંદર સ્થળ છે. અહીંની સફેદ રેતી અને હરિયાળી ભરેલું વાતાવરણ એ એક શાંત અને સુંદર ટ્રોપિકલ ડેસ્ટિનેશન બનાવે છે. અહીંની સેલ્યુલર જેલ, રોસ આઇલેન્ડ, રાધાનગર બીચ અને સ્કૂબા ડાઈવિંગ તમારી આ ટ્રિપને વધુ યાદગાર બનાવી દેશે. તમે અહીં સ્કૂબા ડાઈવિંગ, સ્નોર્કલિંગ, બીચ કેમ્પિંગનો પણ આનંદ માણી શકો છો.

મૈસૂરને દક્ષિણ ભારતની સંસ્કૃતિક રાજધાની માનવામાં આવે છે. અહીંનું મૈસૂર પેલેસ, ચામુંડી હિલ્સ અને દશેરા ઉત્સવ ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીંના પરંપરાગત હસ્તકલા, રેશમી સાડી અને મૈસૂર પાક જરૂરથી ખાવા જેવો છે. તમે અહીં દશેરા ફેસ્ટિવલ અને મૈસૂર પેલેસનો લાઈટ શો પણ જોઈ શકો છો.

તમિલનાડુની પહાડીઓમાં વસેલું કોડાઈકેનાલ એક રોમેન્ટિક અને શાંતિદાયક હિલ સ્ટેશન છે. અહીંનું કોડાઈકેનાલ લેક, કોકર વૉક અને બ્રાયન્ટ પાર્ક લોકોના દિલ જીતી લે છે. તમે અહીં જઇને બોટિંગ, વાદળોમાં ફરવાનો આનંદ માણી શકો છો.

કર્ણાટકમાં આવેલી હંપી, યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્ય છે. અહીંના પથ્થરોથી બનેલા મંદિરો, મહેલો અને બજારોના ખંડહેર વિજયનગર સામ્રાજ્યની ભવ્યતાની સાક્ષી આપે છે. તમે અહીં જઈને વિરુપક્ષ મંદિર જોઈ શકો છો અને પથ્થરો વચ્ચે સૂર્યાસ્તનો આનંદ પણ માણી શકો છો.

Latest Stories