/connect-gujarat/media/media_files/2025/09/08/travel-2025-09-08-14-00-25.jpg)
ઇન્ડિયામાં પણ એવી ઘણી જગ્યા છે જ્યાં જઇને તમારી પળોને યાદગાર બનાવી શકો છો.
જો કે ફૅમિલી સાથે તો તમે કોઇ પણ જગ્યાએ જાઓ ખાસ જ હોય છે પરંતુ એવુ પ્લાનિંગ કરીને જાઓ કે ત્યાં જઇને તમારી ખુશી અને તમારો સાથ હોવાનો અહેસાસ બમણો થઇ જાય. ત્યારે આવો ભારતમાં એવી કઇ જગ્યા છે જે છે ખાસ.
તમારે એકવાર કાશ્મીરની ટ્રીપનો પ્લાન ચોક્કસ કરવો જોઈએ. ભારતનું સ્વર્ગ કાશ્મીર દરેક ઋતુમાં સુંદર લાગે છે, પછી તે શિયાળો હોય કે ઉનાળો. અહીં આવ્યા પછી ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ જેવા સ્થળોની મુલાકાત લેવી જ જોઈએ.
એકવાર દાર્જિલિંગની મુલાકાત લેવી જોઈએ. ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલું આ સ્થળ સ્વચ્છ અને શાંતિપૂર્ણ વાતાવરણથી ભરેલું છે. તમારા લવ પાર્ટનર સાથે અહીં વિતાવેલી દરેક પ્રેમાળ ક્ષણ તમારા જીવનભર તમારા સંબંધોને મજબૂત બનાવશે.
જો આપણે કપલ્સ માટે ભારતમાં હનીમૂન ડેસ્ટિનેશન વિશે વાત કરીએ તો ઊટી ખૂબ પ્રખ્યાત છે. ઉટીને હિલ સ્ટેશનોની રાણી કહેવામાં આવે છે. તેના કુદરતી સૌંદર્યને કારણે પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે. આહલાદક હવામાનમાં, તમારા જીવનસાથી સાથે અહીં ચાના બગીચાઓ અને નીલગિરી પહાડીઓના સુંદર નજારો માણવાની ખૂબ જ ખાસ ક્ષણ હશે.
જો આપણે પ્રાકૃતિક સૌંદર્યની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ પણ એક સુંદર સ્થળ છે. કુલ્લુ-મનાલી પાસે આવેલી આ જગ્યા કપલ્સ માટે બેસ્ટ છે. અહીં ભગસુ વોટરફોલ, ટી ગાર્ડન, ટ્રિંડ ટ્રેક, કાંગડા ફોર્ટ જેવા સ્થળોની મુલાકાત લેવી જોઈએ. જો તમે તમારા જીવનસાથી સાથે ભગવાનના આશીર્વાદ મેળવવા માંગતા હો, તો ધર્મશાલામાં મસરૂર મંદિર, ગ્યુટો મઠ અને દલાઈ લામા મંદિરની મુલાકાત લો. અહીંનો આધ્યાત્મિક અનુભવ તમને શાંતિથી ભરી દેશે.
જો આપણે ભારતમાં કપલ્સ માટે હનીમૂન ડેસ્ટિનેશનની વાત કરીએ તો ગોવા ખૂબ જ લોકપ્રિય સ્થળ છે. તમારે તમારા લવ પાર્ટનર સાથે અહીં મુલાકાત લેવી જોઈએ. વિશાળ વાદળી સમુદ્ર, ગોવાની નાઇટ લાઇફ, રાત્રે ઠંડી રેતી પર તમારા પાર્ટનર સાથે ચાલવું સહિતની દરેક પળ તમારા માટે ખૂબસુરત રહેશે.