Connect Gujarat
ટ્રાવેલ 

પિકનિક માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે આ ધોધ, ચોમાસામાં સોળેકલાએ ખીલી ઊઠે છે આ માલવી ધોધ.....

કપરાડાના જંગલોમાં આવેલો આ અદ્ભુત વોટર ફોલ વલસાડ જિલ્લાના કપરાડાના જંગલ વિસ્તાર તેની વનરાજી માટે જાણીતો છે.

પિકનિક માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે આ ધોધ, ચોમાસામાં સોળેકલાએ ખીલી ઊઠે છે આ માલવી ધોધ.....
X

વરસાદી મોસમમાં પ્રવાસીઓ માટે ફરવા લાયક સ્થળ એટલે ડુંગર, ઝરણા, નદી, અને વોટર ફોલ. ડુંગર અને પહાડોને ચીરીને આવતી નદીઓના ધોધ પ્રકૃતિપ્રેમીઓને ખૂબ જ આકર્ષતા હોય છે. ત્યારે ગુજરાતી વોટર ફોલની મજા માણવા માટે ડાંગના ગિરા ધોધ કે પછી ધરમપુરના શંકર ધોધ પહોચે છે. પરંતુ આજે અમે તમને એક એવા ધોધની સુંદરતા બતાવીશુ જેને જોઈ તમારું મન ખુશ થઈ જશે. ત્યારે જુઓ આ કપરાળાના જંગલોમાં આવેલો આ અદ્ભુત વોટર ફોલ વલસાડ જિલ્લાના કપરાડાના જંગલ વિસ્તાર તેની વનરાજી માટે જાણીતો છે.

ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડામાં ચોમાસામાં દર વર્ષે 125 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાય છે. આ વર્ષે પણ કપરાડામાં 100 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જેના કારણે તાલુકાના તમામ નદીનાળામાં પાણીની ભરપૂર આવક થઈ હતી. જોકે અત્યારે ચોમાસુ વિદાય લેવાનો સમય છે, એવા સમયે હજુ પણ કપરાડા અને ધરમપુરના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં કેટલાક વોટર ફોલ્સ પણ સક્રિય છે. અત્યાર સુધી પર્યટકો મોટે ભાગે વલસાડના ધરમપુરના શંકર ધોધથી જ પરિચિત હતા. જોકે, શંકર ધોધની સુંદરતાથી થોડો પણ ઓછો નથી.

તેવો એક અજાણ્યો ધોધ છે. કપરાડાના સિલધાનો માવલી ધોધ. ચોમાસાના અંતમાં પણ ડુંગરની તળેટીમાં વસેલ આ સિલધા ગામ અત્યારે સ્વર્ગ સમું દેખાય છે. ચારે તરફ ડુંગર અને તેના પર હરિયાળી જાણે ધરતી પર લીલીછમ ચાદર બિછાવી હોય એમ લાગે છે. અહીથી વહેલા નાના મોટા ઝરણાં પ્રકૃતિ પ્રેમીઓના મન મોહવા કાફી છે. સિલધા પાસે આવેલ માવલી વોટરફોલમાં અહીની સુંદરતાને ચાર ચાંદ લગાવી રહ્યો છે.

Next Story