Connect Gujarat
ટ્રાવેલ 

દિવાળીની રજાઓમાં ગુજરાતની આ બેસ્ટ જગ્યાઓની મુલાકાત લો, ઓછા ખર્ચે ફરી આવો આ સ્થળો....

ગુજરાતમાં ફરવા માટે ઘણા બધા પર્યટકો આવેલા છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. હાલ નવેમ્બર મહિલો ચાલી રહ્યો છે

દિવાળીની રજાઓમાં ગુજરાતની આ બેસ્ટ જગ્યાઓની મુલાકાત લો, ઓછા ખર્ચે ફરી આવો આ સ્થળો....
X

ગુજરાતમાં ફરવા માટે ઘણા બધા પર્યટકો આવેલા છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. હાલ નવેમ્બર મહિલો ચાલી રહ્યો છે અને દિવાળીની રજાઓ પણ આવી રહી છે. બાળકોને પણ સ્કૂલમાં વેકેશન હશે. તો રજાઓમા આ ગુજરાતની વેસ્ટ જગ્યાએ ફરવા જવાનો આનંદ માણો. હાલ શિયાળાની પણ શરૂઆત થઈ ચૂકી છે. તો ઠંડીની ઋતુમાં અમુક એવા સ્થળો છે જ્યાં તમે જતો તો અલગ જ અનુભૂતિ થશે. તો જાણો ગુજરતમાં કયા કયા સ્થળોની મુલાકાત લેશો..

કચ્છ

જો તમે ગુજરાતમાં જ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કચ્છ જવાનું ભૂલતા નહીં. જ્યાંની સંસ્કૃતિ, સૌંદર્ય અને સ્વાદિષ્ટ ભોજન તમારું મન મોહી લેશે. કચ્છની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો છે. aa સ્થળોની મુલાકાત લઈને તમે પણ કહેશો “ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા”

સોમનાથ

સોમનાથ 12 જ્યોતિલીંગોમાનું એક માનવામાં આવે છે. જે તેની પોતાની પૌરાણિક કથાથી સંકળાયેલું છે. તમને અહીં બીચ, મ્યુઝિયમ અને અન્ય આકર્ષણો જોવા મળશે. સોમનાથનું મંદિર અને સોમનાથનો દરિયો અહીના બેસ્ટ પ્લેસમાંના એક છે.

સાસણ ગીર

સાસણ ગીર આજકાલ લોકોનું ફેવરિટ સ્થળ બની ગયું છે. અહીં એશિયાઈ સિંહનું ઘર કહેવામા આવે છે. જે દુનિયામાં એક માત્ર સ્થાન છે. જો તમે વેકેશનમાં ગીરના જંગલમાં સિંહ દર્શન કરવા જવાનું આયોજન બનાવી છો તો અહીં પરિવારને જરૂર સાથે લઈ જાવ. સાસણ ગીરની આજુબાજુ અનેક રિસોર્ટ આવેલા છે, જ્યાં તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો.

Next Story