જુલાઈમાં ફરવા માટે પહોચી જાવ ઉત્તરાખંડની આ જગ્યાએ, પાછા ફરવાનું મન જ નહીં થાય.....

ધોધની સુંદરતા ચોમાસા દરમિયાન જયારે પર્વતો હરિયાળીથી ઢાંકાઈ ગયેલા હોય ત્યારે અનેક ગણી વધી જાય છે.

New Update
જુલાઈમાં ફરવા માટે પહોચી જાવ ઉત્તરાખંડની આ જગ્યાએ, પાછા ફરવાનું મન જ નહીં થાય.....

ઉત્તરાખંડ તેની સુંદરતાના કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કૌસાનુ ઉત્તરાખંડનું એક સામાની પર્યટક સ્થળ છે. જે પ્રકૃતિની સુંદરતાથી ઘેરાયેલું છે. પરંતુ દેશના બીજા શહેરોની ધમાલથી દૂર છે. તમને અહી ઘણી શાંતિ મળશે, કૌસાનીથી થોડે દૂર કંટાલી ગામ આવેલું છે. આ ગામ પાસે રુદ્રાધારી પાણીનો ઘોઘ અને મંદિર આવેલું છે. આ સ્થળની મુલાકાત આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓ દ્વારા જોવા મળે છે. પરંતુ ચોમાસામાં જ્યારે વરસાદના ટીપાં પ્રકૃતિને અલગ બનાવે છે, ત્યારે આ ધોધનો આનંદ બમણો થઈ જાય છે.

રુદ્રાધારી ધોધ ઉત્તરાખંડના કૌસાની- અલમોડા રોડ પર કોસાનીથી લગભગ 10 કિમી દૂર આવેલો છે. કૌસાની ની મુલાકાતે આવતા લોકો માટે આ ધોધની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. જે પ્રવાસીઓ સાહસ માટે નાનું ટ્રેકિંગ કરવાના શોખીન હોય આવા પ્રવાસીઓએ આહિયા અચૂક આવવું જ જોઈએ. આ જગ્યાએ માત્ર ધોધ જ નહીં પરંતુ અનેક જૂની ગુફાઓ પણ આવેલી છે. જ્યાં તમે ફરવા જઈ શકો છો. આ ધોધની સુંદરતા ચોમાસા દરમિયાન જયારે પર્વતો હરિયાળીથી ઢાંકાઈ ગયેલા હોય ત્યારે અનેક ગણી વધી જાય છે. આ ધોધ પાસે ઘણી પ્રાચીન ગુફાઓ પણ આવેલી છે. જેમાંથી એક મંદિર છે.

આ મંદિર ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને સમર્પિત છે. આ કારણે જ આ ધોધનું નામ રુદ્રાધારી ધોધ પડ્યું. રુદ્ર એટલે મહાદેવ અને હારી એટલે ભગવાન વિષ્ણુ. આ ધોધ આદિ કૈલાસ પ્રદેશ અથવા ત્રિશુળ પર્વત પર ટ્રેકિંગ દરમિયાન સ્પષ્ટપણે જોઈ શકાય છે. મંદિર અને ધોધની ચારે બાજુ પાઇન અને બીજા મોટા વૃક્ષોના જંગલો આવેલા છે જે સ્થળની સુંદરતામાં વધારો કરે છે. આ વૃક્ષો પર અનેક પ્રકારના પહાડી પક્ષીઓ પણ માળો બાંધે છે. જેનો કિલકિલાટ ટ્રેકિંગ દરમિયાન તમારૂ મન મોહી લે છે. જો તમે જુલાઈમાં ક્યાય ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો.