Connect Gujarat
ટ્રાવેલ 

ગુજરાતનાં આ સ્થળોએ કેમ ઉમટે છે લોકોની ભીડ, જાણો ગુજરાતનાં 7 પ્રખ્યાત ધોધ વિષે......

ચોમાસામાં ફરવું હોય તો ગુજરાતનાં 7 ધોધ છે પ્રખ્યાત, ગુજરાતમાં એવી કેટલીક ખુબસુરત જગ્યાઓ છે

ગુજરાતનાં આ સ્થળોએ કેમ ઉમટે છે લોકોની ભીડ, જાણો ગુજરાતનાં 7 પ્રખ્યાત ધોધ વિષે......
X

ચોમાસામાં ફરવું હોય તો ગુજરાતનાં 7 ધોધ છે પ્રખ્યાત, ગુજરાતમાં એવી કેટલીક ખુબસુરત જગ્યાઓ છે જ્યાં ફરવાનો આનંદ ક્યારેય ના ભૂલી શકાય. વીક એન્ડ પ્લાન માટે ચોમાસામાં ફરવા લાયક વોટરફોલ તમે તમારા ફેમિલી સાથે પ્લાન કરી શકો છો. બધાને ચોંસની ઋતુમાં પલળવાની મજા આવતી હોય છે. કુદરત પણ મસ્ત મોસમની રચના કરે છે. તો આવા આહ્લાદક વાતાવરણમાં ફરવા માટે કેટલાક ધોધ છે જે આજે તમને જણાવીશું...

ઝાંઝરી ધોધ

· ચોમાસામાં ફરવાલાયક ધોધ એટલે ઝાંઝરી ધોધ. આ ધોધ અમદાવાદથી માત્ર 74 કીમીના અંતરે ગાંધીનગર જિલ્લાના દહેગામ માં આવેલો છે અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનાં ડાભા ગામની બાજુમાં વાત્રક નદીના કિનારે આવેલો છે. આ ધોધ બારેમાસ હોતો એનથી માત્ર ચોમાસાના 4 મહિના જ આ ધોધ જીવંત હોય છે. ચોમાસામાં આ ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા ખૂબ જ ગમશે તો અચૂક મુલાકાત લેજો આ ધોધની..

ગિરા ધોધ

· ગીરા ધોધ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લાના વઘઇથી 5 કિમીના અંતરે આવેલો છે જ્યારે સાપુતારાથી 50 કિમીના અંતરે આવેલો છે. આ ધોધ કુદરતી સૌંદર્ય અને લીલાછમ ઝાડની વચ્ચે જોવા મળે છે. ગિરા ધોધ એ ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ છે. 30 મીટરની ઊંચાઈએથી પડતાં આ ધોધની ગર્જના દૂર દૂર સુધી સંભડાય છે.

ચીમેરનો ધોધ (ડાંગ)

· ચિમેર નો ધોધ ડાંગ જીલ્લામાં આવેલો છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને બધા ને ત્યાં જ રહી જવાનું મન થઈ જાય છે. આ ધોધ ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે. ચિમેર નો ધોધ 300 મીટરની ઉંચાઈએથી સીધો જ પડે છે. ચોમાસામાં આ ધોધ જંગલોની વચ્ચે હોવાથી ખુબ જ સુંદર લાગે છે. આને ગુજરાતના નાયગ્રા ફોલ પણ કહેવામાં આવે છે. આ ની મુલાકાત એકવાર અવશ્ય લેજો.

ઝરવાણી ધોધ (નર્મદા)

· નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય જગ્યા છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદભુત લાગે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે. ઝરવાણી ધોધ ભલે ઉંચાઈમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણડુબ નદીના પાણીમાં ચાલીને જવુ પડે છે. જે એક સાહસ સાથે રોમાંચની લાગણી આપે છે.

નિનાઈ ધોધ (નર્મદા)

· નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં નિનાઈ ધોધ આવેલો છે. ડેડીયાપાડા થી આશરે35 કિલોમીટર અને સુરતથી143 કિલોમીટર દૂર છે. તેની ઊંચાઈ 20 ફૂટથી વધુ છે. રમણિય જંગલોની વચ્ચેથી આ નિનાઈ ધોધ વહે છે. ચોમાસામાં આ ધોધનો નજારો અવિસ્મરણીય છે. નીચાણવાળા ચેહરા પર લોકો નાહવાની મજા અહીં માણે છે હજારો લોકો માટેનું આ ફરવાનું સુંદર સ્થળ છે.

હાથણી માતા ધોધ (વડોદરા)

· હાથણી માતાના ધોધ ની સુંદરતા વરસાદ પડતાં એટલી સુંદર થઈ જાય છે કે લીલીછમ ચુંદડી ઓઢી લીધી હોય એવું લાગે છે. અનેક સ્થળો થી નાના નાના ઝરણાઓ વહે છે. આ સિવાય અહીંયા હાથણી માતાનું મંદિર અને ગુફા આવેલી છે હાથણી માતાનો ધોધ ખૂબ જ પ્રખ્યાત છે. એક વાર મિત્ર કે ફેમિલી સાથે હાથણી માતાના ધોધ ની અવશ્ય મુલાકાત લેજો.

બરડા ધોધ (પંચમહાલ):

· ડાંગના જંગલમાં આવેલો આ બરડા ધોધ પંચમહાલ તરફ જતા10 કિલોમીટર દૂર આવેલો છે ચોમાસામાં વરસાદના લીધે આ ધોધનો પ્રવાહ ખૂબ જોવા મળે છે.. ચનખલ ગામથી બરડા ધોધ ચાલતા જવા માટે પણ રસ્તો છે 30 મિનિટનો સમય લાગે છે. આ ધોધને જોઇને કોઇનું પણ મન મોહી લે એવું દ્રશ્ય સર્જે છે.

Next Story