-
ભરૂચના ઝઘડીયાના ઉમલ્લા નજીક સર્જાયો અકસ્માત
-
અજાણ્યા વાહનની અડફેટે TRBના જવાનનું મોત
-
જવાન ફરજ પર હાજર હતો એ દરમ્યાન સર્જાયો અકસ્માત
-
સાંસદ મનસુખ વસાવાએ રોષ વ્યકત કર્યો
-
રેતી માફિયાઓ પર સાધ્યુ નિશાન
ભરૂચ: ઉમલ્લા નજીક અજાણ્યા વાહનની અડફેટે TRB જવાનનું મોત, મનસુખ વસાવાએ પોસ્ટ કરી ફરી રેતી માફિયાઓ પર સાધ્યુ નિશાન
ફરજ પર હાજર TRBના જવાનનું અજાણ્યા વાહનની અડફેટે મોત નિપજ્યું આ મામલે સાંસદ મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચના ઝઘડિયાના ઉમલ્લા અને ખાખરીપુરા ગામ વચ્ચે ફરજ પર હાજર ટીઆરબીના જવાનનું અજાણ્યા વાહનની અડફેટે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું આ મામલે સાંસદ મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો છે
ભરૂચના ઉમલ્લા પોલીસ મથકમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા સુમિત વસાવા ગતરોજ રાત્રિના સમયે ઉમલ્લા ખાખરીપુરા ગામ વચ્ચે પોલીસ પોઈન્ટ પર ફરજ પર હાજર હતા તે દરમિયાન પૂરઝડપે જતા અજાણ્યા વાહનચાલકે તેને અડફેટમાં લીધા હતા જેમાં ગંભીર ઇજાના પગલે સુમિત વસાવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.આ તરફ અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંઘી તપાસ હાથ ધરી છે.
આ મામલામાં સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો છે.મનસુખ વસાવાએ પોસ્ટમાં લખ્યું છે કે રેતી માફિયા અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યાના ગણતરીના સમયમાં જ આ અકસ્માત સર્જાયો છે જે ખૂબ જ દુઃખદ છે.
રેતી માફિયાઓના બેફામ રીતે ડમ્પર હંકારવાના કારણે આ પ્રકારના અકસ્માતો સર્જાય છે ત્યારે રેતી માફિયાઓના પાપનો ભોગ સામાન્ય માણસ ન બને એ માટે અવાજ ઉઠાવવો જરૂરી છે.આ મામલામાં પોલીસ વિભાગને મૃતકના પરિવારજનોને સહાય કરવાની પણ તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.
