/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/15111904/fff-1.jpg)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે સરદાર પટેલે દેશની સેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ભારતના સ્વાતંત્ર્ય
સેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની આજે 69મી
પુણ્યતિથિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી
હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે સરદાર પટેલે દેશની સેવામાં નોંધપાત્ર યોગદાન
આપ્યું છે. વડા પ્રધાને કહ્યું કે, તેમણે રાષ્ટ્ર માટે
કરેલી સેવામાંથી પ્રેરણા લેવાનું ચાલુ રાખીશું. જણાવી દઈએ, દેશની આઝાદી પછી
સરદાર પટેલ પ્રથમ નાયબ વડા પ્રધાન, ગૃહ પ્રધાન હતા.
સરદાર પટેલને લોહ પુરુષ તરીકે ઓળખવામાં
આવે છે.
ગુજરાતમાં જન્મેલા
સરદાર વલ્લભભાઇ પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન અને પ્રથમ નાયબ વડા પ્રધાન
હતા. તેમણે મહાત્મા ગાંધી સાથે ભારતની આઝાદીની લડતમાં મોટા પ્રમાણમાં ભાગ લીધો
હતો. ભારતને એક કરવા માટે તેમનું યોગદાન મહત્વનું છે. 15 ડિસેમ્બર 1950ના રોજ
તેમનું અવસાન થયું હતું.
આઝાદી પછીના ભાગલા
વખતે સરદાર પટેલે ભારતીય રજવાડાઓને મર્જ કરવાનું કામ કર્યું હતું. પટેલનો જન્મ
ખેડૂત પરિવારમાં થયો હતો, પરંતુ પાછળથી તેમણે લંડનમાં બેરિસ્ટર તરીકે અભ્યાસ કર્યો હતો અને ભારત પરત ફરી સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો.
તેમના જન્મદિવસને રાષ્ટ્રીય
એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.