અમેરિકાઃ ટેકસાસના પાર્કમાં થયો ગોળીબાર, 1નુ મોત, 6 ઘાયલ

New Update
અમેરિકાઃ ટેકસાસના પાર્કમાં થયો ગોળીબાર, 1નુ મોત, 6 ઘાયલ

અમેરિકાના ટેકસાસના બ્રાયન શહેરના એક પાર્કમાં અંધાધૂંધ ગોળીબાર થયો. જેમાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે અને 6 લોકો ઘાયલ થયા છે. પોલિસ હાલમાં ફાયરિંગ કરનારને શોધી રહી છે. વળી, એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ગોળીબારની આ ઘટના ટેકસાસના બ્રાયન શહેરના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં થઈ છે. સ્થાનિક સમય અનુસાર ઘટના ગુરુવારે બપોરે 2.30 વાગ્યાની છે. નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ હુમલો કરનાર કેન્ટ મૂર કેબિનેટ્સનો કર્મચારી માનવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રપતિ જો બાઈડેને અમેરિકામાં થઈ રહેલ ગોળીબાર પર ચિંતા વ્યક્ત કરીને કડક પ્રતિક્રિયા આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યુ છે કે દેશમાં બંદૂકથી કરવામાં આવેલી હિંસા એક મહામારી છે અને તે આપણા માટે શરમજનક છે. યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન બંદૂક નિયંત્રણ ઉપાયો હેઠળ પૂર્વ સંઘીય એજન્ડા અને બંદૂક નિયંત્રણ સમૂહ ગિફોડર્સમાં સલાહકાર ડેવિડ ચિપમેન વિસ્ફોટક બ્યુરોના નિર્દેશક ઘોષિત કરવાના છે.

હાલમાં જ 3 એપ્રિલ 2021ના રોજ અમેરિકી સંસદના રાજધાની વૉશિંગ્ટન ડીસી સ્થિત કેપિટલ હિલ પરિસરમાં ગોળીબારના કારણે લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ હતુ. વાસ્તવમાં યુએસ કેપિટલમાં ફાયરિંગની ઘટના થઈ હતી. ત્યારબાદ કેપિટલ હિલ વિસ્તારમાં બે પોલિસ અધિકારીઓને એક ગાડીએ ટક્કર મારી દીધી. જેમાં એક પોલિસ અધિકારીનુ મોત થઈ ગયુ. કારની ટક્કર બાદ કેપિટલ કૉમ્પ્લેક્સના બેરિકેટ પર પોલિસે પણ ગોળીઓ ચલાવી હતી જેમાં એક શંકાસ્પદ વ્યક્તિનુ મોત થઈ ગયુ હતુ.

Latest Stories