અનલોક-3" : દેશમાં 1 ઓગસ્ટથી નવી ગાઈડલાઈનની અમલવારી, જાણો શુ છે નવા નિયમો

અનલોક-3" : દેશમાં 1 ઓગસ્ટથી નવી ગાઈડલાઈનની અમલવારી, જાણો શુ છે નવા નિયમો
New Update

ગૃહમંત્રાલયે આજે એક નવી ગાઈડલાઈન જારી કરી છે. જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 કે જે 1લી ઓગસ્ટ, 2020થી અમલી બનશે તે તબક્કાવાર પ્રક્રિયામાં કામગીરીઓને પુનઃ શરૂ કરવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે.

અનલોક-3માં રાત્રીના સમયે (રાત્રી કર્ફ્યૂ) વ્યક્તિગત રીતે અવરજવર કરવા પર જે નિયંત્રણો મુકવામાં આવ્યા હતા, તે ઉઠાવી લેવામાં આવ્યા છે. યોગ સંસ્થાઓ તથા જિમને તા. 5મી ઓગસ્ટ, 2020થી ખોલવા માટે મંજૂરી આપવામાં આવશે. સ્વતંત્રતા દિવસ નિમિતે કાર્યક્રમો સોશિયલ ડિસ્ટન્ડિંગ તેમજ અન્ય આરોગ્ય સંબંધિત પ્રોટોકોલ જેવા કે, માસ્ક પહેરવા વગેરેનું પાલન કરીને યોજવા મંજૂરી આપવામાં આવશે. શાળા, કોલેજો તથા કોચિંગ ઈન્સ્ટિટ્યુટ તા. 31 ઓગસ્ટ, 2020 સુધી બંધ રહેશે. મુસાફરોને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને વંદે ભારત મિશન અંતર્ગત મર્યાદિત સ્થિતિમાં જ મંજૂરી આપવામાં આવશે.

સરકારની ગાઈડલાઈન પ્રમાણે, મેટ્રો રેઈલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ્સ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક્સ, થિએટર, બાર, ઓડિટોરિયમ્સ, એસેમ્બલી હોલ તથા તેના જેવા અન્ય સ્થળો પર મંજૂરી આપવામાં આવી નથી. સોશિયલ/રાજકીય/રમત ગમત/ એન્ટરટેઈનમેન્ટ/શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ધાર્મિક કાર્યક્રમો તથા એવા કાર્યક્રમો કે જેમાં વિશાળ જનમેદની ભેગી થાય તેમ હોવાથી આ તમામ પ્રવૃત્તિઓ કે કામગીરીને ખુલ્લી મુકવા માટે અલગથી નિર્ણય કરવામાં આવશે. જોકે આવનારા દિવસોમાં પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરીને તેના આધારે નિર્ણય લેવામાં આવશે.

#Connect Gujarat #COVID19 #unlock3
Here are a few more articles:
Read the Next Article