UPSCની અંતિમ પરીક્ષાનું પરિણામ જાહેર 

UPSCની અંતિમ પરીક્ષાનું પરિણામ જાહેર 
New Update

યુપીએસસી દ્વારા અગાઉ લેવાયેલી મેઇન પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની ફાઇનલ એકઝામ લેવાઈ હતી. જેનું પરિણામ જાહેર કરી દેવાયું છે જેમાં ૯૯૦ ઉમેદવારોની નિમણૂક માટે પસંદગી કરાઈ છે. અગાઉ લેવાયેલી મેઇન પરીક્ષામાં ગુજરાતમાંથી ૪૪ ઉમેદવારો સફળ થયા હતા.

યુપીએસસીએ આજે જાહેર કરેલા આખરી પરિણામ અને નિમણૂકમાં ગુજરાતમાંથી ૨૦થી વધુ ઉમેદવારો સફળ થયા હોવાની શકયતા છે. જેમાં ટોપ 250માં ત્રણ ઉમેદવારોનો સમાવેશ થાય છે. મમતા પોપટ ૪૫માં રેન્ક પર, ઉમેશ ગુપ્તા ૧૭૯ અને કૃતિ પટેલે ૨૧૮માં રેન્કમાં સ્થાન મેળવ્યું છે. .

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ઓક્ટોબર-નવેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાઈ હતી. જેમાં સફળ થયેલા ઉમેદવારોની ફેબ્રુઆરી-એપ્રિલમાં પર્સનાલીટી ટેસ્ટ લેવાઈ હતી. જેનું પરિણામ જાહેર કરાયું છે. અગાઉ લેવાયેલી મેઇન પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૨૭૪૫ ઉમેદવારો સફળ થયા હતા. જેમાં ગુજરાતના ૪૪ ઉમેદવારોનો સમાવેશ થયો હતો. જે પૈકી આજે વિવિધ કેટેગરીના ૯૯૦ ઉમેદવારોની પસંદગીની જાહેરાત કરી દેવાઈ છે.

#ભરૂચ #દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article