UP:જાનૈયાઓની કાર નાળામાં ખાબકતા વરરાજાના પિતા સહિત 7નાં મોત, મૃતકોમાં 3 બાળકો

New Update
UP:જાનૈયાઓની કાર નાળામાં ખાબકતા વરરાજાના પિતા સહિત 7નાં મોત, મૃતકોમાં 3 બાળકો

યુપીના ગાઝિયાબાદ નજીક નેશનલ હાઈવે નંબર 24 પર જાનૈયાઓથી ભરેલી એક ટાટા સૂમો શુક્રવારે મોડી રાત્રે વીસ ફૂટ ઊંડા નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં ત્રણ બાળકો અને વરરાજાના પિતા સહીતના સાત લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં સાત લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા.

અકસ્માત પાછળનું કારણ એવું હતું કે, કારમાં બેઠેલા એક બાળકે હેન્ડ બ્રેક ખોલી નાંખતા આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના બાદ વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અકબરપુર અને બહરામપુરમાં લગ્નનો ઉજવણીનો માહોલ માતમમાં ફેરવાયો હતો

પોલીસના જણાવ્યા પ્રમાણે.. બુદ્ધવિહાર બહરામપુરના વતની ઓમપ્રકાશના પુત્ર રવિની જાન ખોડા ગઈ હતી. વરરાજાના પિતા સહીત લગભગ બાર જાનૈયા ટાટા સૂમોમાં ખોડા જઈ રહ્યા હતા. નેશનલ હાઈવે 24 પર ડ્રાઈવરે લઘુશંકા માટે કાર રોકી હતી. ડ્રાઈવર આના માટે કારને હેન્ડબ્રેક લગાવીને નીચે ઉતર્યો હતો. ડ્રાઈવરના ઉતર્યા બાદ તેની સીટની બાજુમાં બેઠેલા એક બાળકે હેન્ડ બ્રેક ખોલી નાખી હતી. જેને કારણે કાર અનિયંત્રિત થઈને નાળામાં ખાબકી હતી.

Latest Stories