Connect Gujarat
Featured

અમેરિકાઃ કોલોરાડોમાં ગ્રોસરી સ્ટોર પર બંદૂકધારીએ કર્યું ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત 10 નાં મોત

અમેરિકાઃ કોલોરાડોમાં ગ્રોસરી સ્ટોર પર બંદૂકધારીએ કર્યું ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત 10 નાં મોત
X

અમેરિકા સ્થિત કોલોરાડોમાં ગ્રોસરી સ્ટોર પર બંદૂકધારીએ સોમવારે પોલીસ અધિકારી સહિત 10 લોકોની હત્યા કરી દીધી. આ જાણકારી સ્થાનિક પોલીસે આપી છે. રાજ્યની રાજધાની ડેનવરના ઉત્તર-પશ્ચિમમાં 50 કિલોમીટર દૂર બોલ્ડરમાં કિંગ સોપર્સ સ્ટોરમાં બનેલી ઘટના બાદ પોલીસ કમાન્ડર કેરી યામાયુચીએ જણાવ્યું કે હુમલામાં પકડાયેલા એક સંદિગ્ધની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ લોહીથી લથપથ એક શર્ટલેસ વ્યક્તિને હથકડીમાં સ્ટોરની બહાર ભાગતી વખતે પકડ્યો હતો.

મળતી માહિતી અનુશાર પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે અને કિંગ શોપર્સ સ્ટોરમાં ફાયરિંગ કરવાનો ઉદ્દેશ્ય શું હતો. હજુ સુધી તેની જાણકારી નથી મળી શકી. બોલ્ડર કાઉન્ટીના ડિસ્ટ્રીક્ટ એટોર્ની માઇકલ ડોગર્ટીએ જણાવ્યું કે, આ એક મોટી દુર્ઘટના છે અને ખરાબ સપનું છે. અમને સ્થાનિક, રાજ્ય અને સંઘીય પ્રશાસનથી પૂરી મદદ મળી છે.

ફાયરિંગની ઘટના બાદ FBIએ કહ્યું કે, તેઓ બોલ્ડર પોલીસની વિનંતી પર તપાસમાં મદદ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ જેન સાઇકીએ ટ્વીટ કર્યું કે રાષ્ર્ીપ્રમુખ જો બાઇડનને ફાયરિંગની જાણકારી આપવામાં આવી છે. ઘટનાના તરત બાદ સ્વાટ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઓછામાં ઓછા ત્રણ હેલીકોપ્ટર પહોંચી ગયા. સમાચાર એજન્સી AP અનુસાર પ્રત્યક્ષદર્શી ડીન શિલરે જણાવ્યું કે, તેણે ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો.સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કિંગ સ્ટોરની અંદર અને બે વ્યક્તિ બહાર જોવા મળ્યા. વીડિયોની શરૂઆતમાં બે ગનશોટ સંભળાય છે. એક નિવેદનમાં કિંગ શોપર્સ ચેને કહ્યું કે અમને આ ઘટના પર ખૂબ જ અફસોસ છે. અમે પોલીસ તપાસ દરમિયાન પોતાનો સ્ટોર બંધ રાખીશું અને તપાસમાં સહયોગ કરીશું.

Next Story