અમેરિકાએ વિઝા પ્રતિબંધોમાં આપી છુટ, H1-B વિઝાધારકોને થશે ફાયદો

New Update
અમેરિકાએ વિઝા પ્રતિબંધોમાં આપી છુટ, H1-B વિઝાધારકોને થશે ફાયદો

અમેરિકાએ H1-B વિઝા પર લગાવેલા પ્રતિબંધોમાં થોડીક ઢીલ આપવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના આ નિર્ણયનો ખાસ કરીને એવા લોકોને ફાયદો મળશે જે વિઝા પ્રતિબંધના કારણે નોકરી છોડીને ગયા હતાં. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું કે જો H-1B વિઝા ધારકો તે જ કંપની સાથે પોતાની નોકરી આગળ વધારવા માટે પાછા ફરવા માંગતા હોય, જેની સાથે તેઓ પ્રતિબંધોની જાહેરાત પૂર્વે જોડાયેલા હતાં તો તેમને પાછા ફરવાની મંજૂરી મળશે. આવા વિઝા ધારકોને તેમની સાથે તેમના પરિવારને પણ અમેરિકા આવવા માટે માટે મંજૂરી અપાશે. 

વિદેશ મંત્રાલયના સલાહકારે જણાવ્યું કે 'એવા H-1B વિઝાધારકોને અમેરિકા જવાની મંજૂરી અપાશે જે પોતાના હાલના કર્મચારીને તે જ કંપની સાથે, તે જ પદ પર અને તે જ વિઝાવર્ગીકરણ સાથે ચાલુ રાખવા માંગે છે. 'ટ્રમ્પ પ્રશાસને એવા ટેક્નોલોજી વિશેષજ્ઞો, વરિષ્ઠ-સ્તરના મેનેજમેન્ટ કર્મચારીઓ તથા અન્ય શ્રમિકોને પણ યાત્રાની મંજૂરી આપી છે જેમની પાસે H-1B વિઝા છે.

આ સાથે જ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે કે એવા વિઝાધારકોને પણ અમેરિકા આવવા દેવાશે જે મહામારીના પ્રભાવને ઓછો કરવા માટે કે પર્યાપ્ત સાર્વજનિક સ્વાસ્થ્ય લાભવાળા ક્ષેત્રમાં ચાલી રહેલા ચિકિત્સા રિસર્ચના સંચાલન માટે જાહેર સ્વાસ્થ્ય કે સ્વાસ્થ્ય દેખભાળ વ્યવસાયિક કે રિસર્ચર તરીકે કામ કરી રહ્યાં છે. 

22 જૂનના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષ માટે H1-B વિઝા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પનો આ નિર્ણય ખાસ કરીને ભારત માટે મોટો ઝટકો ગણાઈ રહ્યો હતો. કારણ કે મોટા પાયે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ ત્યાં કામ કરે છે. જો કે પ્રતિબંધોમાં આ છૂટછાટથી તેમને થોડી રાહત જરૂર મળશે. 

Latest Stories