New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/07223355/download-3.jpg)
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લાંબી ખેંચતાણ બાદ બાઇડેનની જીત થઈ છે. સીએનએન અને એસબીસી ન્યૂઝ મુજબ જો બાઇડેન ટ્રમ્પને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર આપી છે. બાઇડેનની જીત નિશ્ચિત લાગતાં અમરેકાની સિક્રેટ સર્વિસે બાઈડેનની સુરક્ષા વધારી છે.
આ પહેલા ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટી પર ગોટાળાનો આરોપ લાગવ્યો હતો. એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું, “ડેમોક્રેટ ચૂંટણીના પરિણામ ચોરવા માગે છે. અમારો ઉદ્દેશ ચૂંટણીની નિષ્પક્ષતાને બચાવાવનો છે. અમે પ્રભાવિત થવા નહીં દઈએ જે આ ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. ડેમોક્રેટ્સને ખબર હતી કે તે ઇમાનદારીથી ચૂંટણી નહીં જીતી શકે. માટે તેમણે પોસ્ટલ બેલેટનો ગોટાળો કર્યો છે.
Latest Stories