કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલની ઘટના

11 જેટલી વિદ્યાર્થિનીઓને થઈ ફૂડ પોઇઝનિંગની અસર

ફૂડ પોઇઝનિંગની ઘટના અંગે આરોગ્ય વિભાગ દોડતું થયું

આરોગ્ય વિભાગે નમૂના મેળવી તપાસ અર્થે લેબ મોકલ્યા

ફૂડ પોઇઝનિંગ થવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી થયું

 વડોદરા શહેરના ન્યુ કારેલીબાગ આજવા રોડ વિસ્તારમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતી 11 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

 વડોદરા શહેરના ન્યુ કારેલીબાગ આજવા રોડ વિસ્તારમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ઘણી વિધાર્થિનીઓ રહીં અભ્યાસ કરે છે. તેવામાં ગત શનિવારના રોજ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન બહારથી મંગાવેલા પફ ખાતા વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી થયા હોવાની વિગતો સપાટી પર આવતાં આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલીક છાત્રાલયમાં પહોચી નમૂના લીધા હતા.

જોકેહોસ્ટેલમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઇ કેપછી બહારની વસ્તુ ખાવાથી અસર થઇ તે બાબત હજુ સ્પષ્ટ થઇ નથી. કારણકે માત્ર 5 વિધાર્થિનીઓએ જ બહારથી મંગાવેલા પફ ખાધા હતાજ્યારે હોસ્ટેલમાં કઢી અને ખીચડી વિધાર્થીનીઓને આપવામાં આવી હતી.

આ અસરને લઇ વિદ્યાર્થિનીઓ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતીઅને તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફવડોદરા પાલિકાની આરોગ્ય વિભાગની ખોરાક શાખાની ટીમ ચેકિંગ માટે પહોંચી હતી. આરોગ્યની ટીમે રૂબરૂ આવી રસોડાની તપાસ કરાતાં છાત્રાલયનું રસોડું ચોખુ જણાઈ આવ્યું હતું.