વડોદરા : મંગળબજારમાં પહોંચી PI સહિતની ટીમ, જુઓ પછી વેપારીઓ સાથે શું કર્યું

New Update
વડોદરા : મંગળબજારમાં પહોંચી PI સહિતની ટીમ, જુઓ પછી વેપારીઓ સાથે શું કર્યું

સામાન્ય રીતે પોલીસના હાથમાં કે કમરમાં લટકાવેલી બંદુક જોવા મળતી હોય છે પણ વડોદરામાં પોલીસના હાથમાં બંદુકના બદલે માઇક જોવા મળ્યું હતું. જુઓ શું છે આખી ઘટના.....


વડોદરામાં કોરોના કેસોમાં સતત વધારો થતો હોવાથી વહીવટીતંત્રની સાથે પોલીસ તંત્ર પણ એકશનમાં છે. વડોદરા મહાનગરમાં રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કરફયુ અમલમાં છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવવાની સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરી રહયાં છે. આજે રવિવાર હોવાથી શહેરના સૌથી વ્યસ્ત ગણાતાં મંગળબજારમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. ભીડના કારણે સંક્રમણ ન ફેલાય તે માટે શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ તેમની ટીમ સાથે મંગળબજારમાં પહોંચી ગયાં હતાં. વેપારીઓ અને ગ્રાહકોથી ધમધમતાં મંગળબજારમાં પોલીસે માઇક મારફતે વિવિધ સુચનાઓ આપી હતી. પોલીસે લોકોને માસ્ક ફરજિયાત પહેરવા તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી. કોરોનાથી બચવા માટે હવે સાવચેતી અને રસીકરણ જ એક માત્ર ઉપાય બચ્યો છે ત્યારે પોલીસે લોકોને માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી વડોદરામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયાં હોવાથી સ્થિતિ બદતર બની રહી છે...

Latest Stories