વડોદરા:ભાયલી દુષ્કર્મનાં નરાધમ આરોપીઓનાં કૃત્યથી મુસ્લિમ સમાજમાં રોષ,દોષિતોને ફાંસીની સજાની કરી માંગ
વડોદરાનાં ભાયલીમાં સગીર યુવતી સાથેની સામુહિક દુષ્કર્મની ઘટનાને લઇ મુસ્લિમ સમાજમાં પણ રોષની લાગણી પ્રસરી ગઈ છે,અને વિધર્મી આરોપીઓને ફાંસીની સજાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત, સમાચાર
વડોદરાનાં ભાયલીમાં સગીર યુવતી સાથેની સામુહિક દુષ્કર્મની ઘટનાને લઇ મુસ્લિમ સમાજમાં પણ રોષની લાગણી પ્રસરી ગઈ છે,અને વિધર્મી આરોપીઓને ફાંસીની સજાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે.
વડોદરા શહેર ભાયલી વિસ્તારમાં બનેલી દુષ્કર્મની ઘટનાનાં વિરોધમાં મુસ્લિમ સમાજના આગેવાનો રસ્તા પર ઉતર્યા હતા, બળાત્કારની ઘટનામાં સંડોવાયેલા બળાત્કારીઓને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે.મુસ્લિમ સમાજના અગ્રણીઓએ તાંદલજા ડી માર્ટ નજીક ઘટનાનાં વિરોધમાં માનવ સાંકળ રચીને આરોપીઓને ફાંસીની સજા થાય તે માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.વધુમાં આરોપીઓના જધન્ય કૃત્ય થી મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
