વડોદરા : કોરોના સંક્રમિત વાલીઓના બાળકોની સાર-સંભાળ માટે બાળ સંભાળ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા

New Update
વડોદરા : કોરોના સંક્રમિત વાલીઓના બાળકોની સાર-સંભાળ માટે બાળ સંભાળ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા

કોરોના મહામારીમાં હોસ્પિટલ ખાતે દાખલ થયેલ માતા-પિતાના બાળકોની કાળજી અને રક્ષણ બાબતે રાજય સરકાર ચિંતિત છે. કોવિડની આ સ્થિતિમાં બાળકોને સહકાર, હૂંફ અને સલામતી મળી રહે તે માટે વડોદરા જિલ્લામાં બાળ સંભાળ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

કોરોના મહામારીમાં બાળકના સ્વાસ્થ્યના હિતને ધ્યાને લઇને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં જુવેનાઇલ જ્સ્ટીસ એક્ટ-2015 હેઠળ નોંધાયેલ બાળ સંભાળ સંસ્થાઓ જાહેર કરવામાં આવી છે.

મહત્વનું છે કે, જે બાળકોના માતા-પિતા / વાલી કોવિડ પોઝીટીવ હોય અથવા એક વાલી પોઝીટીવ હોય અને હોસ્પિટલમાં ભરતી થયા હોય તેવા બાળકની સાર-સંભાળ લઇ શકે તેમ કોઈ ના હોઇ તેવા બાળકોને જરૂરી તપાસ-ચકાસણી કરાવીને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી, વડોદરાની જરૂરી મંજૂરી મેળવી જરૂરિયાત મુજબના દિવસો માટે આ બાળ સંભાળ સંસ્થાઓમાં પ્રવેશ આપવામાં આવે છે.

વડોદરા શહેર-જિલ્લા માટે નિયત સંસ્થાઓને બાળ સંભાળ સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 0 થી 6 વર્ષના બાળકો માટે, વિશિષ્ટ દત્તક સંસ્થા, ભાથુજી મંદિર, નિઝામપુરા, વડોદરા જાગૃતિબેન પટેલ મો. 9712090977 સંપર્ક કરવાનો રહેશે. તે ઉપરાંત 6 થી 18 વર્ષની છોકરીઓ માટે હરસિધ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ, કુમાર શાળા પાસે, કોયલી ચાર રસ્તા, કોયલી પોલીસ ચોકી પાસે, કોયલી, વડોદરા નીતાબેન શર્મા મો. (1) 8780434748, (2) 9974703001 પર સંપર્ક કરવો. વધુમાં 6 થી 18 વર્ષના છોકરાઓ માટે ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ, સમાજ સુરક્ષા સંકુલ, (દીપક ફાઉન્ડેશન), ઘેલાણી પેટ્રોલ પંપ, નિઝામપુરા, પેન્શનપુરા, વડોદરા મુકેશભાઇ મોદી, મો. 9427641688 પર સંપર્ક કરી શકાશે.

કોરોનાની સ્થિતિમાં નોધારાનો આધાર બનતી રાજ્ય સરકારે આ નિર્ણય લઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓને સલામતીભર્યા સહકાર સાથે હૂંફ પૂરી પાડી છે. વધુ માહિતી કે વિગતો માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, બહુમાળી બિલ્ડીંગ, સી–બ્લોક,પ્રથમ માળે,જેલ રોડ,વડોદરા ફોન નં. 0265-2428048 પર સંપર્ક કરવો.

Latest Stories