વડોદરામાં નાતાલના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.નાતાલના પર્વ નિમિત્તે વિવિધ ચર્ચમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું આજરોજ નાતાલના પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરાના ફતેગંજ સ્થિત ઐતિહાસિક ચર્ચ ખાતે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.આજના દિવસે વિશેષ પ્રાર્થના સભાનુ પણ આયોજન કરાયુ હતું અને બાદમાં એકબીજાને ગળેમળી ખિસ્તી બઘુંઓએ નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી..