વડોદરા : કોરોનાના કેસો વધતાં પોલિટેકનિક કોલેજ કેમ્પસના સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ હોસ્પિટલ થશે શરૂ

New Update
વડોદરા : કોરોનાના કેસો વધતાં પોલિટેકનિક કોલેજ કેમ્પસના સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ હોસ્પિટલ થશે શરૂ

વડોદરા શહેર તેમજ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોજના 400 થી 500 સંક્રમિત દર્દીઓ મળી રહ્યા છે. ત્યારે વધતાં સંક્રમણના ધ્યાને લઈ આટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં 500 બેડની ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરાવ્યા બાદ પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં સરકાર સંચાલિત સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ હોપિટલ શરૂ કરવાની પ્રક્રિયા પણ અંતિમ ચરણમાં છે.

મહાનગર પાલિકા દ્વારા સી.એલ. શાહ ચેરીટેબલ ટ્રસ્ટને હોસ્પિટલના બેડ સહિત ઓક્સિજન પાઈપ લાઈન સાથેના 153 જેટલા બેડ તૈયાર કરવા માટેની કામગીરી સોંપાઈ છે ત્યારે આવનાર બે દિવસમાં અહીં ઓક્સિજનની સુવિધા સહિતના 153 બેડની હોસ્પિટલ તૈયાર થઈ જશે. હોસ્ટેલમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત 3 માળના 27 જેટલા રૂમોમાં ઓક્સિજન સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.